જામનગરમાં સીટી ઇજનેરને ધમકી દેવાના કેસમાં પુર્વ કોર્પોરેટરને જામીન

સિટી ઈજનેરને ધમકી આપવાના કેસમાં પૂર્વ કોર્પોરેટરના રીમાન્ડ નામંજુર અને જામીન મંજુર
જામનગર (નયના દવે)
જામનગર મહાનગર પાલીકાના સીટી ઈજનેર અને પુર્વ ઇ.ચા. ડી.એમ.સી. ભાવેશ નટવરલાલ જાની ધ્વારા જામનગર સીટી ’એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ માસ પહેલા આરોપી અને પુર્વ કોર્પોરેટર એવા તેજસી ઉર્ફે દીપુ પારીયા સામે એવી ફરીયાદ જાહેર કરેલ કે, આરોપી તેમની ઓફીસની ચેમ્બરમાં જઈ અને વોર્ડ નં. 7ની ફાઈલ મંજુર કરતા નથી દબાવીને રાખો છો, તમારે ગમે તેમ કરીને મંજુર કરવી જ જોઈશે, પહેલા હું કોર્પોરેટર હતો હવે મારી પત્ની છે, કોપૌરેટર તેમ જણાવી અને ગેરશબ્દો બોલી અને જો હું કહું તેમ નહી કરો તો તમારા સામે એટ્રોસીટીની ફરીયાદ કરી અને તમને હેરાન કરાવી નાખીશ અને દર મહીને 1 લાખનો હપ્તો આપવો પડશે તેવી ધમકીઓ આપી અને ખંડણી માંગેલ અને કાઠલો પકડી અને ગાળો બોલેલ અને ધમકીઓ આપેલ અને પર્સનલ ફોન ચાલું જ રાખવો અને હું જયારે ફોન કરૂ ત્યારે તારે મારો ફોન ઉપાડી જ લેવો નહી તો તને જીવવા નહી દઉ અને ખોટા કેશમાં ફીટ કરી નાખીશ, તેવી ધમકી આપેલ અને ફરજ રૂકાવટ કરેલ અને ખંડણી સ્વરૂપે પૈસાની માંગણી કરેલ, આ બાબતની ફરીયાદ આજથી 3 માસ પહેલા દાખલ થયેલ, જે તે સમયે ફરીયાદ દાખલ કરતા આરોપી નાશી ભાગી ગયેલ હોય, જેથી 3 માસ જેટલો સમય થઈ ગયેલ હોય અને આરોપી મળી આવતો ન હોય, જેથી આરોપીના વોન્ટેડના પોસ્ટર પોલીસ ધ્વારા છાપવામાં આવેલ હતા, ગત તા.11/07/ર0ર4ના રોજ આરોપીની અટક કરવામાં આવેલ અને તેમને પોલીસ કસ્ટડી દરમ્યાન જા.મ.પા. ખાતે લઈ જવામાં પણ આવેલ અને રોવ્હડલસલ પણ કરાવવામાં આવેલ, અને ત્યારબાદ તેમને નામ.અદાલતમાં રજુ કરી અને રીમાંડની માંગણી કરવામાં આવેલ, જેમાં આરોપીને વધુ પોલીસ કસ્ટડીમાં રાખવો જરૂરી હોય, તેઓ 3 માસ જટલો સમય નાશતા ફરતા હોય, તે બાબતની દલીલો કરવામાં આવેલ અને આ રીતે કેટલી ખંડણી લીધેલ હોય, વિગેરે બાબતના મુદાઓ રજુ કરવામાં આવેલ, તેની સામે આરોપી પક્ષે ધારદાર દલીલો કરવામાં આવેલ કે, આરોપી એક રાજકીય પક્ષ સાથે જોડાયેલા વ્યકિત હતા, તેઓ પુર્વ કોર્પોરેટર છે, અને તેમના પત્ની હાલ ચાલું કોર્પોરેટર છે, અને પ્રજાના પ્રતિનીધી તરીકે અધિકારી સાથે વારંવાર કોઈને કોઈ કામ બાબતે ધષણ થતું હોય અને સામાન્ય બોલાચાલી થતી રહેતી હોય, તે સામાન્ય બોલાચાલીને આ રીતે માટું સ્વરૂપ આપવામાં આવેલ છે, અને આ જે આક્ષેપો છે, તેમાં ખંડણીની માંગણી કરેલ છે, ખંડણી લીધેલ હોય, તેવા આક્ષેપો નથી તેથી આ બાબતના કારણોથી રીમાંડ મંજુર કરી શકાય નહી, તે દલીલો સાંભળી અને નામ.અદાલતે રીમાંડની પોલીસની માંગણી રદ કરેલ અને ત્યારબાદ આરોપી ધ્વારા જામીન મુકત થવા અરજી દાખલ કરેલ, તેમાં સરકાર પક્ષે રજુઆતો થયેલ કે, આ રીતે ખંડણી માંગણી અને ફરજ રૂકાવટ કરેલ હોય, અને સતાનો દુરૂપયોગ કરેલડોય, અને અધિકારી ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કરેલ હોય, અને ગુન્હો દાખલ થયા બાદ 3 માસ સુધી આરોપી નાશતો ફરતો હતો, તે સંજોગો ધ્યાને લઈ અને આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેની સામે આરોપી પક્ષે રજુઆતો થયેલ કે, સામાન્ય બાબતને મોંટું સ્વરૂપ આપવામાં આવેલ છે, અને અધિકારી અને સતાધીશો વચ્ચે વારવાર પ્રજાના પ્રશ્નોના કારણે નાની મોટી બોલચાલી થતી હોય, પરંતુ કોઈ અંગત અદાવત રાખી અને ભારે ક્લમોનો ઉપયોગ કરવામાં આવેલ છે, આરોપી કયાંય નાશી ભાગી ગયેલ ન હતો, તેમને પોતાએ કાયદામાં જે જે અધિકાર આપેલ છે, તેનો તેને ઉપયોગ કરેલ છે, તે રેકડ ઉપરની હકિક્તો છે, તેઓ ક્યાંય નાશી ભાગી ગયેલ નથી અને જનાર પણ નથી, અને હાલ આરોપીના પત્ની કોર્પોરેટર છે, જો આ રીતે પ્રજાના સતાધીશોને આવી ફરીયાદ કરી અને દબાવી દેવામાં આવે તો અધિકારી જ સર્વોપરી થઈ જશે, અને આરોપી ધંધાદારી વ્યકિત પણ છે, તેઓ ક્યાંય નાશી ભાગી જશે નહી, તે સંજોગોમાં જામીન મુક્ત કરવા જોઈએ, આમ, તમામ દલીલો રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી તેજશી ઉફ દિપુ પારીયાને નામ.ચીફ કોટ ધ્વારા જામીન મુક્ત કરવાનો હકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ શ્રી રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીહ આર.ગોહીલ, રજનીકાંત આર નાખવા, નિતેશ જી.મુછડીયા રોકાયેલા હતા.



