
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : PCR ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ડુડવાડા ગામ પાસે રોડ માર્ગે પરથી નીચે ખાબકી : કેટલાક પોલિસ સ્ટેશન વિસ્તારમાં હોમગાર્ડ ચલાવી રહ્યા છે PCR..!!
મળતી માહિતી મુજબ મેઘરજ પોલીસ ટેન્શન ની સરકારી PCR ગાડી શંકાના આધારે ઉન્ડવા રોડ માર્ગે તરફથી વાહન આવતા તેનો પીછો કરતા PCR ડ્રાઇવર સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ડુડવાડા ગામ પાસે રોડ માર્ગે પરથી નીચે ખાબકી હતી પ્રાપ્ત માહિતી મુજબ મેઘરજ PCR ગાડીમાં બેઠેલા પોલીસ સ્ટાફ ને કોઈ જાનહાનિ પોહચી ન હતી થોડી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. બીજી તરફ જે રીતે PCR ખાબક્યાં ની વાત સામે આવી છે ત્યારે અવનવી ચર્ચાઓ જામી છે જેમાં મોટાભાગના પોલિસ સ્ટેશન વિસ્તારમાં હોમગાર્ડ સરકારી પોલિસ વાહન ચલાવે છે જે પોલિસ સ્ટેશન વિસ્તારમાં ડ્રાઈવર હોવા છતા પણ હોમગાર્ડ PCR ચલાવી રહ્યાં છે ત્યારે આ કેટલું યોગ્ય છે તેના પર અનેક સવાલો ઉભા થયા જોકે આ PCR કોણ ચલાવી રહયું હતું તેના પર પણ અનેક સવાલો ઉભા થયા છે જોકે મોટી જાનહાની ટળી હતી જે પોલિસ માટે રાહતના સમાચાર છે





