વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી જિલ્લાના ઉપરવાસમાં આવેલા ભારે વરસાદને પગલે લોકમાતાઓ બંને કાંઠે વહેતા નવસારીના અનેક વિસ્તારો જળબંબાકાર થયાં હતા અને લાખો લોકો પૂરપ્રભાવિત થયાં હતાં.જેમાં કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં તો 10-12 સુધી પાણી ભરાયા હતા જેના લીધે પ્રજાજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સવારથી સાંજ સુધી ભૂખ્યા તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો.આ પરિસ્થિતિની જાણ નવસારીની ટીમના સભ્યો દ્વારા નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને થતાં તેમણે ટીમ સાથે મળીને રામલા મોરા,કાશીવાડી સહિત 10 જેટલાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં 3 ટીમ સાથે મળીને 5 હજાર જેટલાં માણસોને ચાલે એટલી મસાલેદાર ખીચડી બનાવડાવીને વહેંચી હતી. મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે કાળા માથાનો માનવી છેલ્લા કેટલાય વર્ષોથી વૃક્ષોનું આડેધડ નીકંદન સહિત પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે,જેનું ઉગ્ર સ્વરૂપ આપણને જોવા મળી રહ્યું છે.યુનોએ ચિંતાતુર સ્વરે જણાવ્યું છે કે પૃથ્વી પર જીવસૃષ્ટિ બચાવવી હોય તો માનવજાતિ પાસે 2 વર્ષ જ બચ્યા છે.હજુપણ સમય છે તેથી ચેતીને ચાલવું જોઈએ અને પ્રકૃતિ સાથેના ચેડાં અટકાવવા જોઈએ.નવસારીથી અમારી ટીમે ગ્રાઉન્ડ ઝીરો પરથી મોકલેલા ફોટોસ અને વિડીઓ જોઈને અમારું મન વ્યથિત થતાં અમે અમારાથી બનતા પ્રયત્નો કરી કોઈપણ પ્રકારની નાતજાત જોયા વગર એમના દુઃખમાં સહભાગી બનવાના પ્રયાસો કર્યા છે.છાતી સુધી એટલે કે 4-5 ફૂટ ઊંડા પાણીમાં લોકોના ઘરોમાં જઈને જમવાનું,બિસ્કિટ,ચોકલેટ પહોંચાડવાનું મળ્યું એ અમારું સૌભાગ્ય છે.અમારી સ્થાનિક ટીમે જે મહેનત કરી છે અને તંત્ર પહોંચે તે પહેલા મદદ પહોંચાડી એના માટે હુ એમને દિલથી સલામ કરું છું.નવસારી આદિવાસી સમાજ તાલુકા પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે અમારી ટીમ સામાન્ય માણસોની બનેલી છે પણ સારા કામ કરવાનો ટીમનો જુસ્સો અતુલ્ય છે અને અમે હંમેશા કોઈને પણ મદદની જરૂર હશે ત્યાં ભવિષ્યમા પણ જઈશું.આ પ્રસંગે ટીમ નવસારીના આગેવાનો કમલેશ પટેલ,અરવિંદ પટેલ,કેતન ગાયકવાડ,નિખિલ પટેલ,હાર્દિક પટેલ,જીગર પટેલ, વિજય વિજુ,ધર્મેશ પટેલ,શૈલેષ પટેલ,વિનોદ રાઠોડ,ઉમેશ રાઠોડ,મેહુલ પટેલ,રાહુલ પટેલ,વિપુલ પટેલ,શૈલેષ રાઠોડ,અજય રાઠોડ,નિકુલ પટેલ,ધર્મેશ ડીજે દિનેશ રાઠોડ,કમલેશ રાઠોડ,ભાવેશ રાઠોડ,વિજય કટારકર,મિન્ટેશ પટેલ,ઉમેશ પટેલ,હિતેશ પટેલ,ઉમેશ મોગરાવાડી,કીર્તિ પટેલ,ભાવિક,કાર્તિક,ભાવેશ,જીતેન્દ્ર,ભાવિન,અક્ષર સહિતની સમસ્ત આદિવાસી સમાજની ટીમના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.નરેશભાઈ રસોઈયા અને એમના પરિવારનો પૂરપીડિતોને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં ખુબ જ અમૂલ્ય સહયોગ રહ્યો હતો.