થરા કામલપુરા વાસમા શ્રીમાળી સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ કામલપુરા વાસ માં શ્રીમાળી બ્રાહ્મણ સમાજ

થરા કામલપુરા વાસમા શ્રીમાળી સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ કામલપુરા વાસ માં શ્રીમાળી બ્રાહ્મણ સમાજના આસ્થાનું કેન્દ્ર સમાન કુળદેવીશ્રી ચામુંડા માતાજીના નવીન મંદિર ના નિર્માણ માટે આજરોજ સંવત ૨૦૮૨ માગસરવદ-૯ ને શનિવાર ના રોજ સવારે શુભ મુહૂર્તે થરા સ્ટેટમાજી રાજવી મહિપાલસિંહ વાઘેલા,થરા નગર પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા,ભુપતજી ગોહિલના વરદ હસ્તે જેઠાભાઈ શ્રીમાળી સહીત ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પાયાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જગદીશભાઈ શ્રીમાળી,કિશનભાઈ શ્રીમાળી, નરેશભાઈ,અરવિંદ શ્રીમાળી, વિક્રમભાઈ શ્રીમાળી,લોક સાહિત્યકાર દિનેશ શ્રીમાળી સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ પૂર્ણ બનાવ્યો હતો.ઉપસ્થિત મહાનુભાવોએ આગામી સમયમાં ઝડપી કામગીરી દ્વારા શ્રી ચામુંડા માતાજીનું ભવ્ય અને સુંદર મંદિર તૈયાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં શ્રીમાળી સમાજના વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તજનોએ હાજરી આપી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530



