
તા. ૨૫.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં ગોધરા રોડ ઉપર આવેલ શહીદ ભવનમાં સેવા સેતુ નો દસમા તબક્કાનો કાર્યક્રમ યોજાયો
પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ વહીવટી તંત્ર દ્વારા પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવા તથા સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરીકોની વ્યક્તિગત રજુઆતો સ્થળ ઉપર જ ઉકેલ માટે દસમાં તબક્કાનો વોર્ડ નં 6 થી 9 નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં આવક જાતિના દાખલા રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી
આધારકાર્ડને લગતી તમામ કામગીરી પી.એમ.જે. માં અરજી, મફત હેલ્થ ચેક-અપ કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના નવિન વારસાઇ અરજીઓ તથા ૪/૧૨, ૮અ ની નકલ, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી અને મિલ્કત આકારણીના ઉતારા ઘરેલું નવા વીજ જોડાણ, બેન્કીંગને લગતી સેવાઓ પી.એમ. સન્માનવિધિ લાભાથીનું E-KYC જેવા કર્યો માટે લાભાર્થીઓ ને સ્થળ ઉપર આ કાર્યો ને લગતી મદદ મળી હતી.આ કાર્યક્રમમાં દાહોદ નગર પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ , ઉપપ્રમુખ શ્રધ્ધા ભડંગ, સ્થાનિક નગર સેવકો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા




