
તા.૧૭.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરમાં રખડતા હડકાયેલા કૂતરાઓનો આતંક યથાવત.દાહોદ શહેરની ઝાયડસ હોસ્પિટલમાં હડકાયેલા કૂતરાઓનોની રસીકરણ માટે લાગી લાંબી કતાર
દાહોદ શહેરમાં રખડતા હડકાયેલા કૂતરાઓનો આતંક યથાવત.દાહોદ શહેરની ઝાયડસ હોસ્પિટલમાં હડકાયેલા કૂતરાઓનોની રસીકરણ માટે લાગી લાંબી કતાર
મળતી માહિતી અનુસાર દાહોદની ઝાયડસ હોસ્પિટલ રોજીંદા દસ થી પંદર કેશ હડકાયેલા કૂતરાઓની રસીકરણ ના નોંધાય છે.સ્માર્ટ સિટી દાહોદ શહેર માં જ્યાં જોવો ત્યાં કુતરાઓ દાહોદ શહેરની ગલીઓમાં કુતરા ઓની જનસંખ્યામાં વધારો થતા થયા રાહદારીઓ થયાં પરેશાન , દાહોદ શહેર ની ગલીઓમાં રખડતા કૂતરા ઓનું શાસન જોવા મળી રહ્યું છે દાહોદમાં જંગલી પ્રાણીઓને પણ ટક્કર મારે તેવાં કુતરાઓ જોવા મળે છે.સુપ્રીમ કોર્ટે ઓફ ઇન્ડિયા ના રિટ પિટિશન (સિવિલ) નં ૦૫/૨૦૨૫ માં તા ૦૭/૧૧/૨૦૨૫ ના ચુકાદા અન્વયે વિકાસ કમિશનર શ્રી ની કચેરી.ગુજરાત રાજ્ય ગાંધીનગર ના પરિપત્ર અને ગુજરાત સરકાર શ્રી દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ ૨૦૨૩ ના અસરકારક માટે ની સુચનાઓનો અમલીકરણ કરવામાં આવશે કે કેમ ? શું દાહોદ નગરપાલિકાની ડોગ કેચર વાન શોભાના ગાંઠિયા સમાન સાબિતી થઇ સૌથી મોટો સવાલ દાહોદ નગરપાલિકા ક્યારે ડોગ કેચર વાનની ધૂળ ખંખેરી ને ઉપયોગમાં લેશે ક્યારે સ્માર્ટ સિટી દાહોદના લોકો ને રખડતા હડકાયેલા કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ મળશે





