NARMADATILAKWADA

કોરોના મહામારીની સામે પહોંચી વળવા ના ભાગરૂપ તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું

કોરોના મહામારીની સામે પહોંચી વળવા ના ભાગરૂપ તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું

આપણે સૌ જાણીએ છે કે કોરોના એ વૈશ્વિક મહામારી છે આ મહામારી ને પહોંચી વળવા સરકાર તરફથી અનેક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આ મહામારી થી લોકોને બચાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખડે પગે સેવા આપવા આવતી હોય છે. અને આગામી સમયમાં જો કોરોના મહામારી ફેલાય તો તેનથી લોકોને બચાવવા માટે તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટથી લઈ દર્દીઓને કેવી રીતે ટ્રીટમેન્ટ આપવી તે માટે આજ રોજ તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે સફળ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે કોરોના એ વૈશ્વિક મહામારી છે આ મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. અને છેલ્લા થોડાક દિવસોથી આ મહામારી ફરી વધી રહી છે અને ભારત દેશમાં પણ છેલ્લા થોડાક દિવસોથી કોરોના ના દર્દી નોંધાઈ રહ્યા છે આ મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે સાથે જ તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ઓક્સિજન પ્લાન્ટથી લઈને કોરોના મહામારીને પહોંચી વળવા માટે દરેક વ્યવસ્થા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં જો કોરોના મહામારી ફેલાઈ તો આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દી ને કોરોના મહામારી થી કેવી રીતે બચાવી શકાય તેની માહિતી આપવા માટે તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફળ મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટ થી લઈને દર્દીઓને ઓક્સિજન પહોંચાડવા ઉપરાંત કોરોનાની ટ્રીટમેન્ટ કેવી રીતે આપવી તે વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે યોજયેલી આ મોકડ્રિલ દરમિયાન આરોગ્ય અધિકારી ડોક્ટર આર જે રંજન / તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કુમાર / તિલકવાડા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સત્યમ અને ડૉ રશ્મિ મેડમ તથા તિલકવાડા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!