નરેશપરમાર.કરજણ-
કરજણ જૈન મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો
કરજણ જૈન મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો – એક આરોપીની આજે ધરપકડ
કરજણ નેશનલ હાઈવે-48 પર રાજ ઈન્ડસ્ટ્રીઝ પ્રાંગણમાં આવેલ શ્રી 1008 શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં તા.18/09/2025ના રોજ થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરોએ મૂર્તિઓ સહિત અંદાજે 27 કિલો ચાંદી, એટલે કે રૂ.50 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. કરજણ પોલીસે તપાસ નો ધમધમાત ચાલુ કરી દીધો હતો કરજણ પોલીસ ને તપાસ કરતા મોટી સફળતા મળી હતી દાહોદ ખાતેથી આરોપી રાહુલ લાલચંદ મેળાનીની આજે ધરપકડ કરી છે. કુલ ૩ આરોપી પૈકી એક ઝડપાયો છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.