દિયોદર નવા ગામે પ્રોડ્યુસર કંપનીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
સભામાં પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન અપાયું

દિયોદર નવા ગામે પ્રોડ્યુસર કંપનીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
- સભામાં પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન અપાયું
દિયોદર તાલુકાના નવા ગામે કૃષ્ણ ભક્તિ સેવા આશ્રમ ખાતે KDB બનાસકાંઠા એસ પી એન એફ પ્રોડ્યુસર કંપની લિમિટેડની ત્રીજી વાર્ષિક સાધારણ સભા નું આયોજન કરાયું જેમાં એસ પી એન એફ ગુજરાત રાજ્યના સંયોજક પ્રફુલભાઈ સેજલિયા ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ સભાની શરૂઆત થઈ હતી જેમાં કંપની માં વાર્ષિક ટન ઓવર પંદર લાખથી વધુ નું કરેલ હોવાની સંપૂર્ણ માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી આ પ્રાકૃતિક કંપનીમાં અંદાજિત 750 થી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જોડાયેલ હોવાથી તેમાં 430 ખેડૂતોનું C1 ઓર્ગેનિક સર્ટીફીકેસન થયેલ હોવાની માહિતી પણ ખેડૂત સમક્ષ રજૂ કરાઈ હતી આ સભામાં પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિષે માહિતીગાર કરાયા હતા જેમાં પ્રાકૃતિક વિકાસ બોર્ડ ગુજરાત રાજ્યના સભ્ય રતિલાલ શેઠિયા , પુષ્પરાજ સિંહ, કંપની ના ડિરેક્ટર દિલીપભાઈ બારોટ, અમરાભાઇ પટેલ, રામજીભાઈ પટેલ , ગોમરભાઈ ચૌધરી, કલ્યાણભાઈ પટેલ ,વગેરે ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્ટેજ નું સંચાલન કંપની ના મેનેજર અરવિંદભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર





