વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.ત્યારે દક્ષિણ ગુજરાતમાં 14 સહકારી સુગર ફેક્ટરીઓ કાર્યરત છે અને તેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ મજબૂત બનેલ છે.જોકે તેની સામે ડાંગ જિલ્લામાંથી જે મજૂરો આસપાસના જિલ્લાઓમાં શેરડી કાપડી માટે જાય છે તેમને યોગ્ય ચુકવણું કરવામાં આવતું નથી. ત્યારે આ ડાંગ જિલ્લાના શેરડી કાપણી કરનાર મજૂરોને લઘુત્તમ વેતન ૪૭૬/- રૂપિયા પ્રતિ ટન મુજબ ચૂકવવાનો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તેમજ આ લઘુત્તમ વેતન ચુકવણા નહીં કરવામાં આવે તો કામદારો ઉગ્ર આંદોલન માટે મજબૂર બનશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. શેરડી કાપણીમાં પ્રતિ વર્ષ ૨ લાખ આદિવાસી મજૂરો ૬ માસ માટે ડાંગ, સુરત, તાપી, ધુલિયા,નંદુરબાર અને બડવાની જિલ્લાના આદિવાસી પટ્ટીથી આવે છે અને આ મજૂરોની આર્થિક સ્થિતિ કફોડી છે. શેરડી કાપણીના કામદારોના કામનો સમય નક્કી હોતો નથી. આ કામદારો પ્રતિ દિન ૧૨-૧૪ કલાક કામ કરવું પડે છે. આ કામદારોને પડાવોમાં કોઈ પણ પ્રકારની મૂળભૂત સુવિધા જેવી વીજળી, પાણી, શૌચાલય વિના પોતાના પરિવાર સાથે રહે છે. તેઓના બાળકો પલાયન કરી આવતા હોય ત્યારે કાર્યસ્થળ ઉપર ભણતરની કોઈ સુવિધા ન હોય તેમજ તેઓના વતનમાં પણ ગુણવત્તાસભર શિક્ષણની વ્યવસ્થાઓ ન મળવાને કારણે પેઢી દરપેઢી આ કામમાં જોતરાય છે અને વેઠિયા મજૂરી કરી રહ્યા છે. આ કામદારો પૂરી સિઝન દરમિયાન શેરડી ઉપરનો ઘાસચારી એકત્ર કરી પશુપાલકોને વેચાણ કરી પોતાનું જીવન વ્યાપન કરે છે. આ કામદારોના સતત સંઘર્ષ અને લડતના ફળ સ્વરૂપે ગુજરાત સરકારે ૧ એપ્રિલ ૨૦૧૩ થી લઘુત્તમ વેતન રિવાઇઝ કરી ૪૭૬/- રૂ. પ્રતિ ટન ઘોષણા કરેલ છે. છતાં પણ તમામ સુગર ફેક્ટરીઓ દ્વારા લઘુત્તમ વેતન ૪૭૬/- રૂ પ્રતિ ટન માંથી મુકાદમના ૮૦/- રૂ પ્રતિ ટન તેમજ ૨૧/-રૂ. પ્રતિ ટન આવવા જવાના ભાડા અને મેડિકલ ખર્ચના એમ કુલ ૧૦૧/-રૂ પ્રતિ ટન ઓછું વેતન ચૂકવી કામદારોને સિઝન ૨૦૨૩-૨૦૨૪ માં માત્ર ૩૭૫/રૂ પ્રતિટન ના હિસાબથી વેતન ચૂકવેલ છે.દરવર્ષે તમામ સુગર ફેકરીઓ દ્વારા ૯૦ લાખથી ૧૧૦ લાખ ટન સુધીની શેરડી કાપણીની કામગીરી કરવામાં આવે છે. આ હિસાબથી પાછલી સિઝન ૨૦૨૩-૨૪માં તમામ સુગર ફેક્ટરીઓ દ્વારા સહકારિતાના ઓથા હેઠળ તેમજ શ્રમ વિભાગ ના અધિકારીઓ સાથે મળીને કામદારોને કુલ ૧૦૧ કરોડ રૂપિયા ઓછું વેતન ચૂકવી કામદારોનું સુનિયોજિત શોષણ કરેલ છે.ત્યારે કામદારોને લઘુત્તમ વેતન ચૂકવાય તે સંદર્ભે મજૂર અધિકાર મંચ દ્વારા તમામ સુગર ફેક્ટરીઓ, લેબર ડિપાર્ટમેન્ટ તેમજ ગુજરાત સ્ટેટ ફેડરેશન કો. ઓ. ઓફ સુગર ફેકટરીઓને આવેદન પત્રો આપવામાં આવેલ છે. ત્યારે જે તે વિસ્તારના શ્રમ અધિકારીઓ સાથે મળીને કામદારો ને ૪૭૬/- રૂ. પ્રતિ ટન મુજબ ચૂકવણાં કરવામાં આવી રહેલ છે. તે અંગેના સહી-અંગૂઠા કરાવી ખોટ દસ્તાવેજો ઊભા કરવામાં આવી રહેલ છે. જો તમામ સુગર ફેક્ટરીઓ લઘુત્તમ વેતન ૪૭૬/- રૂ. પ્રતિ ટન મુજબ વેતન ચૂકવણા નહીં કરવામાં આવે તો કામદારો ઉગ્ર આંદોલન માટે મજબુર થશે અને એક પણ મુકાદમ શેરડી કાપણી કામદારોને કામ અર્થે નહીં લાવે તેમજ ભરતી સુપર વાઇઝર તેમજ ફેકટરીઓ સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી મજુર અધિકાર મંચ દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે..