WAKANER:મહિલા સહાયતા કેન્દ્ર, વાંકાનેર ખાતે પુરુષ પક્ષની અરજીના આધારે દંપતિ વચ્ચે સમાધાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

WAKANER:મહિલા સહાયતા કેન્દ્ર, વાંકાનેર ખાતે પુરુષ પક્ષની અરજીના આધારે દંપતિ વચ્ચે સમાધાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી.
મહિલા સહાયતા કેન્દ્ર વાંકાનેર માં મહિલા કાઉન્સેલર શ્રી તેજલબા ગઢવીના જણાવ્યાં મુજબ મહિલા પોતાના પતિ સાથેના ઘરેલુ મતભેદના કારણે છેલ્લા કેટલાક સમયથી રિસામણે હતી અને તેણીએ પોતાના ૩.૫ વર્ષના નાનકડા બાળકને મુકીને અલગ રહેવાનું પસંદ કર્યું હતું.
મહિલા સહાયતા કેન્દ્ર, વાંકાનેર દ્વારા બંને પક્ષોને હાજર રાખી સમજણપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. સમાધાન બેઠક દરમિયાન મહિલાને માતૃત્વની જવાબદારી, બાળકના હિત તથા પરિવારના ભવિષ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બંને પક્ષ વચ્ચેના વિવાદો સંવાદ દ્વારા ઉકેલવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.
સમગ્ર પ્રક્રિયા કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં રાખી, પરિવારને એકજૂટ રાખવાના હેતુથી પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી.મહિલા સહાયતા કેન્દ્ર, વાંકાનેર દ્વારા સામાજિક સમાધાન અને પરિવારિક સુમેળ જળવાઈ રહે તે દિશામાં સક્રિય ભૂમિકા ભજવવામાં આવી હતી.આમ, આ તકે સુરેન્દ્રનગર ૧૮૧ મહિલા અભયમ ની ટીમ ની પણ સહકાર મળ્યો હતો.








