ચીકદા તાલુકામાં બિલ્ડીંગનું રીબીન કાપીને કાર્યાન્વિત ૨૨ ગ્રામ પંચાયતો તથા ૬૭ ગામો મળીને કુલ વસ્તી ૫૮,૯૩૫
તાહિર મેમણ – ડેડીયાપાડા – 03/10/2025 – ગુરુવારના રોજ ગાંધી જયંતિ તેમજ વિજયા દશમીના પાવન દિવસે ચીકદા મથકથી નવસર્જિત ચીકદા તાલુકાનું કામચલાઉ નવીન તાલુકા પંચાયત કચેરીનું રીબીન કાપી શુભારંભ કરી તેને કાર્યાન્વિત કરી હતી.
ચીકદા તાલુકાથી મોટો ફાયદો થશે. આ નવા તાલુકાથી આસપાસના ગામડાંઓને વહીવટી સેવાઓ વધુ ઝડપથી, સરળતાથી અને સુગમ રીતે પ્રાપ્ત થશે. ચીકદા તાલુકાના નિર્માણથી પ્રજા માટે સરકારની સેવાઓ નજીકથી પ્રાપ્ત થવા લાગશે તેમજ રોજિંદી વહીવટી કામગીરી માટે લોકોને લાંબો પ્રવાસ કરવો નહીં પડે. ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ખેતી સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે.નવા તાલુકાના નિર્માણથી ખેતી-પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પોષણ, રોજગાર સહિત તમામ ક્ષેત્રમાં નવરચિત ચીકદા તાલુકાની પ્રગતિ સુનિશ્ચિત કરી શકાશે.
નોંધનીય છે કે, નવરચિત ચીકદા તાલુકામાં ૨૨ ગ્રામ પંચાયતો તથા ૬૭ ગામો મળીને કુલ વસ્તી ૫૮,૯૩૫ છે. તેમજ કુલ ૭૭ પ્રાથમિક, ૯ માધ્યમિક શાળાઓ અને ૨ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ૮૩ આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ કરાયો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ભીમસિંહ તડવી, દેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પૂર્વમત્રી મોતીભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એન. એફ. વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછાર, દેડિયાપાડા મામલતદારશ્રી એસ. વી. વિરોલા, જિલ્લા-તાલુકાના અગ્રણી-હોદ્દેદારો, પદાધિકારી, સરપંચઓ, વહીવહી તંત્રના વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોનએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.