ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ધારી
ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.
ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર કચેરી અમરેલી દ્વારા તાલુકા કક્ષા રમતગમતનું,ગોપાલગ્રામ ઓ.પી. જાટકીયા. હાઇસ્કુલ ખાતે. નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સરકારશ્રીની વિવિધ યોજના માં આ કાર્યક્રમનો આયોજન રતિલાલ પ્રેમજી ઝાટકિયા સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યું જેમાં કબડ્ડી.લાંબી કૂદ .ખો ખો.દોડ. તેમજ શાળાના શિક્ષકો અને અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન કાર્યક્રમની અંદર શાળાના પ્રિન્સિપાલ તેમજ કેન્દ્રના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના પ્રમુખ મિલનભાઈ જાટક્યા ની સૂચના મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામ પંચાયત સરપંચ હરેશ વાળા તેમજ ગ્રામજનો હસ્તક સન્માન કરવામાં આવ્યું હતું





