DAHODGUJARAT

દાહોદમાં હરિદ્રાર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે વાંદરિયા ગામના યુવકનું કરૂણ મોત,પરીવારમાં માતમ છવાયો

તા.૨૨.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં હરિદ્રાર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે વાંદરિયા ગામના યુવકનું કરૂણ મોત,પરીવારમાં માતમ છવાયો

​દાહોદમાં કાળમુખી ટ્રેને લીધો માનવ જીવ:હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે વાંદરિયા ગામના 42 વર્ષીય રમુભાઈ વસનાભાઈ બામણીયાનું મોત.​દાહોદ શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર અકસ્માતની ઘટના બનવા પામી છે. આજે દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક 42 વર્ષીય વ્યક્તિનું ટ્રેનની અડફેટે આવવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.​મળતી માહિતી અનુસાર, દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં આવેલા 32 ક્વાર્ટરના પાછળના ભાગમાં રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે અથવા અકસ્માતે એક ઈસમ ટ્રેનની ઝપેટમાં આવી ગયો હતો. પસાર થઈ રહેલી હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આ વ્યક્તિ એટલો જોરદાર અથડાયો હતો કે તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.​ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તપાસ દરમિયાન મૃતકની ઓળખ થઈ હતી. મૃતક વ્યક્તિ દાહોદ તાલુકાના વાંદરિયા ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે રમુભાઈ વસનાભાઈ બામણીયા રહે ડામોર ફળીયા વાંદરીયા ગામ તેમની ઉંમર આશરે 42 વર્ષ જણાવવામાં આવી રહી છે.​આ ઘટનાની જાણ થતા જ દાહોદ રેલ્વે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેલ્વે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે દાહોદના સરકારી દવાખાને ખસેડ્યો છે.​વાંદરિયા ગામના આ વ્યક્તિના અચાનક મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રેલ્વે પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે

Back to top button
error: Content is protected !!