BANASKANTHAGUJARATPALANPUR

પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મ જીવાણું અને પોષક તત્વોનો ખજાનો એવા દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનું સવિશેષ મહત્વ

પ્રાકૃતિક ખેતી એટલે ‘ધરતીનું અમૃત'

10 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે જ્યારે પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગને સમાપ્ત કરે છે પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મ જીવાણું અને પોષક તત્વોનો ખજાનો એવા દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનું સવિશેષ મહત્વ.દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં બહારથી ફર્ટિલાઇઝર, હોર્મોન, જંતુનાશકો, જૈવિક ખાતરો, જૈવિક દવાઓ ખરીદવાની જરૂર રહેતી નથી.આજના સમયમાં પ્રાકૃતિક ખેતી એ માત્ર એક ખેતીની પદ્ધતિ નહિ, પરંતુ ધરતી અને માનવજાતના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો એક માર્ગ બની ગયો છે. જેમ જેમ રાસાયણિક ખેતીની આડઅસરો સામે આવી રહી છે, તેમ તેમ પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી આ અભિયાન વેગવંતુ બન્યું છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિને વધુમાં વધુ અપનાવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીનો પાયો: દેશી ગાય
પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી સમગ્ર રાજ્યએ પ્રાકૃતિક કૃષિ અપનાવવાની પહેલ કરી છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય એ પાયાની જરૂરિયાત છે. દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર એ જમીનને જીવંત રાખવા માટે તથા તેની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સૂક્ષ્મ જીવાણું અને પોષક તત્વોનો ખજાનો છે. તો ચાલો પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુનું મહત્વ સમજીએ.
ગૌમૂત્ર એ પાકનું જીવનચક્ર પૂરું કરવા માટે જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. તે પાકના જીવનચક્ર માટે જરૂરી તત્વો પૂરા પાડીને તેના વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત, ગૌમૂત્ર પાકને નુકસાન પહોંચાડતા જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. તે એક રીતે પાક માટે કુદરતી જંતુનાશક અને રોગપ્રતિકારક શક્તિનું કામ કરે છે.દેશી ગાયનું ગોબર એ સૂક્ષ્મ જીવાણુઓનો અખૂટ ભંડાર છે. એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. જે જમીનને સમૃદ્ધ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ સૂક્ષ્મ જીવાણુઓમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર જેવા પોષક તત્વોને જમીનમાં સરળતાથી ઉપલબ્ધ કરાવનારા જીવાણુઓ હોય છે. આ ઉપરાંત, ગોબર જંતુનાશકો અને હેવી મેટલનું વિઘટન કરનાર, પાકના અવશેષો અને સેન્દ્રીય પદાર્થોને સડાવનાર અને રોગકારકોનું જૈવિક નિયંત્રણ કરનાર જીવાણુઓનો પણ સ્ત્રોત છે.દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરેથી જમીનને સમૃદ્ધ અને ઉપજાવ બનાવી શકાય છે. ગોબર અને ગૌમુત્રના ઉપયોગથી તૈયાર થયેલા વિવિધ અસ્ત્રોથી પાક સંરક્ષણ થઈ શકે છે. આમ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં બહારથી ફર્ટિલાઇઝર, હોર્મોન, જંતુનાશકો, જૈવિક ખાતરો, જૈવિક દવાઓ વગેરે ખરીદવાની જરૂર રહેતી નથી.રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગને સમાપ્ત કરે છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે. આમ આવનારી પેઢીઓને વારસામાં ફળદ્રુપ જમીન મળશે. ભારતીય દેશી ઓલાદની ગાયોની ઓલાદ સુધારણા થશે. દેશી ગાય હાલતી-ચાલતી જીવાણુઓની ફેકટરી છે, જો ગાય બચશે તો તેનું દૂધ માનવ કલ્યાણના કામમાં આવશે. ગાયનું ગોબર, ગૌમૂત્ર ખેતીને બચાવશે. આથી દરેક ખેડૂત મિત્રોએ વાતાવરણ, પાણી અને જમીનને બંજર થતી અટકાવવા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી જોઈએ.
આમ, પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેડૂતો માટે જ નહિ, પરંતુ સમગ્ર પર્યાવરણ, જમીન અને માનવજાતના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. દરેક ખેડૂત મિત્રોએ વાતાવરણ, પાણી અને જમીનને બંજર થતી અટકાવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને ભવિષ્યની પેઢી માટે એક સ્વસ્થ વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ.

Back to top button
error: Content is protected !!