TANKARA:ટંકારાના મીતાણા તાલુકા શાળા ખાતે તમાકુ અને વ્યસનમુકિત અંગે જનજાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

TANKARA:ટંકારાના મીતાણા તાલુકા શાળા ખાતે તમાકુ અને વ્યસનમુકિત અંગે જનજાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસ ટંકારાના માર્ગદર્શન હેઠળ પ્રા. આ. કેન્દ્ર – નેકનામ દ્વારા મીતાણા તાલુકા શાળા ખાતે તમાકુ અને વ્યસનમુકિત અંગે જનજાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. તેમા શાળાના બાવન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તમાકુથી શરીર – સંપતિ અને પરિવારની બરબાદી અંગે તથા આપણે આંગણામાં કચરો નથી નાખતા તો શરીરમાં તમાકુરૂપી કચરો ન નાખવો જોઈએ તેમજ જો એક નાનુ બાળક માતાનું દુધ છોડી શકતુ હોય તો માણસ ધારે તો ગમે તેવું વ્યસન છોડી શકે તેવા સંદેશાઓ આપેલ તથા બાળકોએ નાટક દ્વારા વ્યસન મુક્તિનો સંદેશો આપેલ. તેમજ શાળાના શિક્ષકો દ્વારા ધુમ્રપાનથી ફેફસાને થતા નુકસાન અંગેનો પ્રયોગ કરવામાં આવેલ.
કાર્યક્રમના અંતે પ્રા. આ. કેન્દ્ર – નેકનામના હેલ્થ સુપરવાઈજ૨ એસ.એમ. જાવિયા તૃથા શાળાના આચાર્યશ્રી પ્રવિણભાઈ પારઘી દ્વારા તમાકુ અને વ્યસન થી વિધાર્થી અને તેના પરિવારને દૂર રહેવા અપીલ કરેલ. આ કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી કલ્પેશભાઈ પટેલ કરેલ તેમજ કાર્યકમને સફળ બનાવવા MPHW ઘી અજયભાઈ ઘીડ, CHO અસમાબેન ચૌધરી તેમજ શાળાના શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવેલ.







