ઝારખંડના રાંચી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય આદિવાસી સંમેલનમાં ગુજરાતના આદિવાસી આગેવાનોના ભવ્ય સ્વાગત કરાયો..

વાત્સલ્યમ સમાચાર
નવસારી
ઝારખંડના પાટનગર રાંચીમા આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય મહાસંયોજક અશોકભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બિશ્વનાથ તીર્કેની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય આદિવાસી સંમેલન યોજાયું
જેમાં સમગ્ર દેશભરમાંથી ખુબ મોટી સંખ્યામાં આગેવાનો પધાર્યા હતાં.આ કાર્યક્રમમાં ઝારખંડ રાજયના મુખ્યમંત્રી હેમંત સૉરેન અને SC/ST/OBC સમુદાયના કેબિનેટ મંત્રી ચંપ્રા લીંડાએ પણ હાજર રહીને આદિવાસી સમાજના આગેવાનો સાથે સંગઠન,હક અધિકારોની કાયદાકીય લડત,યુવાઓના નવા નેતૃત્વનો વિકાસ અને આદિવાસી સમાજની સાંસ્કૃતિક બાબતોની જાળવણી પર વિશેષ ધ્યાન આપવા પર ભાર આપ્યો હતો.ત્રણ દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં લેહ લદાખથી લઈને અંદામાન નિકોબાર અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીના આગેવાનો આદિવાસી સમાજની સાંપ્રત સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે ગહન ચર્ચા વિચારણાઓ કરી હતી તેમાં મુખ્યત્વે વિસ્થાપન,શિક્ષણની લથડતી ગુણવતા,અનુસૂચિ 5-6 ની અમલવારીમાં પ્રશાશન દ્વારા બદઇરાદે વિલંબ,ખોટા જાતિના પ્રમાણપત્રો જેવી બાબતો મુખ્ય ચર્ચાનો વિષય રહી હતી.હેમંત સૉરેનની સાદગીએ લોકોના દિલ જીત્યા હતાં અને તમામ આગેવાનો સાથે એકદમ નિખાલસ મને ચર્ચાઓ કરી હતી અને પોતાના હાથે જમવાનું પીરસ્યું હતું.ગુજરાત રાજ્યના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા સહિત ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.શાંતિકર વસાવા,ઉત્પલ ચૌધરી,સેજલ ગરાસિયા,મુકેશ પટેલ,જયદીપ પટેલ સહિતના આગેવાનોનું ઝારખંડ રાજયના મંત્રી ચંપ્રા લિન્ડા દ્વારા પોતાના નિવાસસ્થાને પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.






