બોડેલીની ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં લાખોની નહીં કરોડોની ગેરરીતિ નો ટ્રસ્ટીઓ પર આરોપ
બોડેલી ની ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ માં મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત થયા ના આરોપ સાથે બોડેલી ના અગ્રણી નેતા સહિત 6 જેટલા ટ્રષ્ટીઓ સામે બોડેલી પોલીસ મથકે ગુનો દાખલ થયો..બોડેલીના જાગૃત નાગરિક નીતિનભાઈ ચોકસી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી જાણવા મળ્યા મુજબ બોડેલીની નામાંકિત ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના પ્રમુખ, મંત્રી તેમજ ટ્રસ્ટીઓ વિરુદ્ધ ગંભીર છેતરપિંડી અને ઉચાપત થઈ હોવા અંગે ગુનો નોંધાયો છે. ફરિયાદીની ફરિયાદમાં આરોપ છે કે મૃત્યુ પામેલા અને વિદેશી નાગરિકતા મેળવનાર વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે ચાલુ રાખીને ખોટા ઠરાવોની આડમાં કરોડો રૂપિયાની નાણાકીય ઉચાપત આચરવામા આવી હોવાની ફરિયાદ કરવામા આવી છેવર્ષો સુધી મૃત ટ્રસ્ટીઓના નામે ખોટી સહી કરીને ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, વિદેશી નાગરિકતા ધરાવતા એક ટ્રસ્ટીની ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના ઉચ્ચ પદ પર રહી ખોટી સહી સાથે ઠરાવો કરી ગેરકાયદે લેવડદેવડ કરી હોવાનો પણ આરોપ બોડેલી ના જાગૃત નાગરિક નીતિનભાઈ શાંતિલાલભાઈ ચોકસી દ્વારા કરવામાં આવ્યો છે.ફરિયાદમાં ટ્રસ્ટના નાણાકીય વ્યવહારોમાં પણ મોટા પાયે ગેરરીતિનો ઉલ્લેખ કરવામા આવ્યો છે આ કેસમાં હોસ્પિટલના પ્રમુખ, પૂર્વ સરપંચ અને ભાજપના દિગ્ગજ નેતા કંચન પટેલ મુખ્ય આરોપી બનાવી ફરિયાદ નોંધાઇ છે કંચન પટેલ પર કરોડોની સંપત્તિ સાથે પરિવારના સભ્યો અમેરિકાની નાગરિકતા ધરાવતા હોવાના ઉલ્લેખ પણ નોંધાયો છે.બોડેલી પોલીસે કંચનભાઈ પટેલ ઉર્ફે (કંચન કાકા), રજનીકાંતભાઈ ગાંધી, ઈશ્વરભાઈ ઠક્કર, બાબુલાલ પટેલ, શાંતિલાલ પટેલ તેમજ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.આગળની તપાસ તેજ બનાવાઈ છે અને ફરાર થયેલા ઉપરોક્ત ટ્રસ્ટી ઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.અગાઉ પણ બોગસ દસ્તાવેજોના કેસમાં કંચનભાઈ પટેલ ઉપર આરોપ લાગ્યા હતા. અને તે અગાઉ ત્રણ મહિના સુધી ફરાર રહી ચૂક્યા છે.હાલ નોંધાયેલી ફરિયાદ બાદ ફરી તે ભૂગર્ભ માં ઉતરી ગયા હોવાથી બોડેલી નગર માં આ ચર્ચા ટોક ઓફ ઘી ટાઉન બની છે
રિપોર્ટર તોસીફ ખત્રી





