GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નગર પાલીકાના મુખ્ય અધિકારી અને નગરના માજી કોર્પોરેટર વચ્ચે ઝપાઝપી થતા મામલો હોસ્પીટલ તેમજ પોલીસ મથકે પહોંચ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૭.૨૦૨૪

હાલોલ નગર પાલીકા ના ચીફ ઓફિસર અને માજી કોર્પોરેટર વચ્ચે તુતુ મેમે અને ઝપાઝપી થતા આ બનાવ ટોક ઓફ ટાઉન બન્યો છે.જોકે આ બનાવ માં ચીફ ઓફિસર ને હાથની એક આંગળીમાં ઇજાઓ પહોંચતા હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર કરાવી તે માજી કોર્પોરેટર સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરીયાદ કરવા પોહચ્યા હતા.જોકે બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે જાણવા પોલીસ મથક ના અધિકારી સાથે સંપર્ક કરવા છતાં સંપર્ક ન થતા આ બનાવ ની ફરિયાદ થઇ છે કે કેમ તે સ્પષ્ટ જાણી શકાયું નથી.બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ હાલોલ નગર પાલિકાના મહિલા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર તેઓ ની ફરજ પર હાજર હતા.અને તે દરમિયાન પોતાની ચેમ્બરમાં બેસી સ્વાગતના પ્રશ્નોની અગત્યની વિગતો એકત્રિત કરી ફાઈલો તૈયાર કરી રહ્યા હતા.તે દરમ્યાન હાલોલ નગર ના વોર્ડ નંબર ૧ ના માજી કોર્પોરેટર દેવકરણભાઈ ગઢવી તેમની ચેમ્બર માં આવી પહોંચ્યા હતા.અને તેઓની કેટલીક રજૂઆતો અંગે વાત કરવાનો પ્રયત્ન કરતા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે હાલ અગત્યનું કામ ચાલે છે.તમે પછી આવો,તેમ કહેતા માજી કોર્પોરેટર દેવકરણભાઈ ગઢવી ઉશ્કેરાઈ ગયા હતા.તેમ ચીફ ઓફિસર એ વાતચીત દ્વારા જણાવાઈ રહ્યું છે.અને તમારે મારી રજૂઆત સાંભળવી પડશે, તેમ કહી તેમની ચેમ્બર માં બેસી ગયા હતા.જેથી ચીફ ઓફિસર પોતે ઉભા થઇ ચેમ્બરની બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો.તે દરમિયાન માજી કોર્પોરેટર દેવકરણભાઈ ગઢવી એ તેમની સાથે ઝપાઝપી કરી હતી.તેમ ચીફ ઓફિસરે જણાવ્યુ છે,આ ઝપાઝપી દરમ્યાન ચીફ ઓફિસર ને હાથની આંગળીમાં સામાન્ય ઇજા થતા અને સોજો આવી જતા તેઓ હાલોલ રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને સારવાર કરાવી હાલોલ ટાઉન પોલીસ મથક માં માજી કોર્પોરેટર વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોહચ્યા હતા.જયારે આ બાબતે માજી કોર્પોરેટર દેવકરણભાઇ ગઢવી સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારા વોર્ડ નંબર એકમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતું ટ્રેક્ટર અનિયમિત આવે છે.અને પાણી પણ આવતું નથી.જે અંગે હું ફોન કરું છું.ત્યારે ચીફ ઓફિસર મારો ફોન રિસીવ કરતા નથી. કે તેમની ઓફિસમાં મળતા નથી. જેથી આજે તેઓ ઓફિસમાં હોઈ હું તેમને આ રજૂઆત કરવા માટે ગયો હતો, ત્યારે તેમની ચેમ્બરમાં પહોંચતા જ ચીફ ઓફિસરે મને બહાર નીકળી જવા કહેતા મેં તેમને કહ્યું કે મારી રજૂઆત સાંભળી લો અને જ્યાં સુધી મારી રજૂઆત તમે નહીં સાંભળો ત્યાં સુધી હું કચેરીમાં બેસી રહીશ આવું કહેતા ચીફ ઓફિસરે ઉભા થઈને મારી ફેટ પકડીને તેમની ચેમ્બરમાંથી મને બહાર કાઢી મૂક્યો હતો.સરકારી કર્મચારી તરીકે નગરજનો પાસે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરતાં અમે પણ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવીશું તેમ જણાવ્યું હતું.છેલ્લા ઘણા સમયથી પાલીકા માળખાનું વિસર્જન થઇ ગયું હોવાથી અને ત્યારબાદ કોઈ ચૂંટણી યોજાઈ ન હોવાથી હાલ નગર પાલીકાનો વહીવટ વહીવટદાર દ્વારા ચાલવામાં આવી રહ્યો છે.ત્યારે હાલોલ નગરમાં જુના સભ્યો નગરજનોની રજૂઆતો પાલિકા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે.તેમ છતાં તેઓની રજૂઆતો પાલિકા ધ્યાને નહીં લેતા હોવાનો ગણગણાટ માજી સભ્યોમાં સંભળાઈ રહ્યો છે.આજે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવી જ એક રજૂઆત કરવા પહોંચેલા વોર્ડ નંબર ૧ ના માજી કોર્પોરેટર વચ્ચેની ઝપાઝપી બાદ બંને પક્ષ એ પોલીસ મથકે પોલીસ ફરિયાદો નોંધાવવા આ બનાવ નગર માં ચર્ચાનો વિષય બન્યો છે.જોકે આ બનાવ ની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ બનાવ અંગે નિષ્પક્ષ પોલીસ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે તેમ જણાઈ આવે છે.

Back to top button
error: Content is protected !!