DEDIAPADANARMADA

ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા ના સમર્થન માં ઉતર્યા કોંગ્રેસ ઘરાસભ્ય મુખ્યમંત્રી ને લખ્યો પત્ર

ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા ના સમર્થન માં ઉતર્યા કોંગ્રેસ ઘરાસભ્ય મુખ્યમંત્રી ને લખ્યો પત્ર

તાહિર મેમણ : ડેડીયાપાડા – 07/11/2023 – વિધાનસભા ઇલેકશન ઘણી જગ્યાએ 3 પાર્ટી ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળ્યો હતો એક બીજા સામે સીધા મેદાન માં હતા પરંતુ હાલ માં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે હાલમાં જંગલ જમીન ખેડવા મુદ્દે થયેલી માથાકુટ અને ફાયરિંગ ની ઘટના બાદ પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ અન્યો સામે ગુનો દાખલ કરી ત્રણ ની અટક કરી હતી જેમાં ચૈતર વસાવા ભૂગર્ભ માં ઉતરી ગયા હતા અને હજુ પણ ચૈતર વસાવા પોલીસ પકડ થી દુર હોય પોલીસ નાં હાથે લાગ્યા નથી અને ભૂગર્ભ માં જ છે ત્યારે તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા નાં માધ્યમ થી મેસેજ મૂકી ચૈતરભાઇ ને ફસાવવા કાવતરું કરાયું છે જેવા ઘણા મેસેજ મૂકવામાં આવ્યા હતા તીયારે વાંસદા થી કોંગ્રેસ ધારાસભ્ય અનંત ભાઈ પણ ચેતર ભાઈ ના સમર્થન માં ઉતરીને મુખ્ય મંત્રી ને પત્ર લખ્યો છે

 

ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલો કેસ ખોટો છે તેમ તેમને જણાવ્યુ છે તેમને વધુ માં જણાવ્યુ છે કે ડેડીયાપાડા વિધાનસભ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ આખી ઘટના એવી છે કે,જગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ અંતર્ગત આપી છે એવા ખેડૂતોની જમીનમાં ઉભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો. વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજુઆત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પાસે આવી.

ચૈતરભાઈ વસાવાએ અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓને સાથે બેસાડી સમાધાનનો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો. સમાધાન રૂપે રાજીખુશીથી નક્કી થયું કે, જંગલ વિભાગના કમર્ચારીઓએ શરતચુક કે અન્ય જે કોઈ કારણથી ખેડૂતોને નુકશાન કર્યું છે તે ભરપાઇ કરી આપે અને સામે ખેડૂતો એમની ઉપર કોઈ કાનૂની પગલાં નહિ ભરે,

જંગલ વિભાગના કમર્ચારીઓએ નુક્શાનની સહમતીથી નક્કી થયેલી રકમ ચૂકવી આપી અને મામલો ત્યાં જ પૂરો થયો એમ માનવામાં આવ્યું.

પાછળથી જંગલ વિભાગના કર્મચારીઓએ કોઇના દબાણથી કે કાવતરાના ભાગ રૂપે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. જે રમ સહમતીથી નુક્શાનની ભરપાઈ તરીકે ચૂકવાઇ હતી તેને બળજબરીથી લેવાયેલી ‘ખંડણી તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવી. પોલીસે શ્રી ચૈતરભાઇ વસાવા, એમના પત્ની અને અસરગ્રસ્ત ખેડૂતોને આરોપી તરીકે દર્શાવ્યા છે.

આ આખી ઘટના, ચૈતરભાઈ જે રીતે લોકપ્રતિનિધિ તરીકે સક્રિય છે. નર્મદા પૂરની માનવ-સર્જિત આફત વખતે એમણે જે રીતે લોકોના પડખે ઉભા રહી સેવાઓ આપી અને નાનામાં નાના લોકોના પ્રશ્નો જે રીતે ઉઠાવે છે એની ઇર્ષાથી ઉભી થઇ હોય એવું દેખાય છે. અથવા, ધારાસભ્ય તરીકે શ્રી ચૈતરભાઇની સક્રિયતાથી સ્થાનકી વહીવટી તંત્રના ભ્રસ્ટાચાર અને ગેરરીતિઓ ઉપર જે અંકુશ આવ્યો છે, નાના મોટા રાજકીય આગેવાનોની કારકિર્દી જોખમાઈ છે તેવા લોકોએ ઉપજાવેલુ આ પડમંત્ર દેખાય છે.

આપને અમારી વિનંતી છે કે, આ બાબતે એ રાજ્યના વડા તરીકે તાત્કાલિક દરમ્યાનગીરી કરો, મામલાની ન્યાયિક તપાસ કરવી અને ત્યાં સુધી ઘરપકડો ઉપર રોક લગાવો.

જે રીતે આયોજનબદ્ધ આખો મામલો ઉપજાવવામાં આવ્યો છે તે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પૂર્વ પટ્ટીના આદિવાસી સમાજમાં મહત્વનો મુદ્દો બનશે. આ માત્ર ચૈતરભાઈ વસાવાને નથી ફસાવાઈ રહ્યા, ગુજરાતના વંચિંત આદિવસી સમાજને ખોટી રીતે ચીતરવામાં આવી રહ્યો છે, બદનામ અને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે અને એના સ્વાભાવિક રાજકીય પ્રત્યાઘાતો પડશે.

આપને અમારી વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક આપ દરમ્યાનગીરી કરો, અન્યથા અમારે આ મુદ્દાને લઇને ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરવું પડશે જે કોઈને માટે શોભતું નહિ હોય.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!