GUJARATMEHSANAMEHSANA CITY / TALUKO

દારૂ-જુગારની ‘પરમિશન’ આપવાની જાહેરાતથી ખળભળાટ

વિજાપુર પોલીસના નામે પત્રિકા વાયરલ..

વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી પત્રિકા વાયરલ થઈ છે, જેને લઈને સમગ્ર પોલીસ બેડામાં અને પ્રજામાં ભારે ચર્ચાઓ જાગી છે.આ પોસ્ટર શહેરમાં અમુક અમુક જગ્યાએ ચોટાડવામાં આવે હતા પણ પોલીસને વાત મળતાં તાત્કાલિક ધોરણે પોસ્ટરો વખોડવામાં આવ્યાં.

આ પત્રિકામાં વિરેન્દ્રસિંહ પદ્મસિંહ રહેવર નામના વ્યક્તિ દ્વારા દારૂ અને જુગારનો ધંધો કરવા માટે ખુલ્લેઆમ ‘પરમિશન’ આપવાની અને પોલીસ પ્રોટેક્શનની ખાતરી આપવાની વાતો લખવામાં આવી છે.

વાયરલ થયેલી આ પત્રિકામાં પોલીસ તંત્ર અને રાજકીય વગનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની લાલચ આપવામાં આવી છે.

જેમાં મુખ્યત્વે નીચેની બાબતોનો ઉલ્લેખ છે..

​ એસ.પી. (IPS) થી માંડીને આઈ.જી., ધારાસભ્ય અને વિજિલન્સ સુધી ‘સેટિંગ’ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

​ પત્રિકા મુજબ, આ ટોળકીની મંજૂરી બાદ કોઈપણ પોલીસ કર્મચારી હેરાન કરશે નહીં અને જો કોઈ હેરાન કરશે તો તેની બદલી કરાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે.

​ દારૂ-જુગારના ધંધા દ્વારા ટૂંક સમયમાં પૈસા કમાઈને બંગલા-ગાડી બનાવવાની લાલચ આપી લોકોને આ વ્યવસાયમાં જોડાવા ઉશ્કેરવામાં આવે છે તેવું પણ અમુક વેપારી કબૂલતા હોય તેવું ઓડિયો રેકોડીગ સામે આવ્યું…
આ કર્મચારી ને સરકાર માંથી પગાર મળતો નથી કે શું ?
હપ્તા સિસ્ટમ માં ચાલે વિરેન્દ્ર રાજ!
વિજાપુર શહેર માં આમ જનતા કરી રહી છે મસ મોટા આક્ષેપ..

​ પત્રિકાના અંતે વિજાપુર પોલીસ સ્ટેશનના ઉલ્લેખ સાથે એક મોબાઈલ નંબર અને નામ પણ લખવામાં આવ્યું છે.

એક તરફ રાજ્ય સરકાર ગુનાખોરી મુક્ત ગુજરાતની વાતો કરે છે, ત્યારે બીજી તરફ વિજાપુર જેવા શહેરમાં પોલીસ જ દારૂ-જુગારની પરમિશન આપે છે,અને ૨૦ વર્ષથી એક જ જગ્યાએ(તાલુકા માં) ચીપકી રહેલા આ કર્મચારી પાછળ કયા રાજકીય આકાઓનો હાથ છે, તેની તપાસ થવી અત્યંત જરૂરી છે.

Back to top button
error: Content is protected !!