ARAVALLIGUJARATMEGHRAJ

વ્યાજખોરે કહ્યું વ્યાજના બદલે પત્ની આપી દે : મેઘરજના ઘરમાલિકે ભાડુઆતને બે લાખ રૂપિયા વ્યાજે આપી ડબલ વસૂલી માનસિક ત્રાસ,પોલિસ તંત્ર ક્યારે જાગશે..?

વ્યાજખોરે કહ્યું વ્યાજના બદલે પત્ની આપી દે : મેઘરજના ઘરમાલિકે ભાડુઆતને બે લાખ રૂપિયા વ્યાજે આપી ડબલ વસૂલી માનસિક ત્રાસ,પોલિસ તંત્ર ક્યારે જાગશે..?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

વ્યાજખોરે કહ્યું વ્યાજના બદલે પત્ની આપી દે : મેઘરજના ઘરમાલિકે ભાડુઆતને બે લાખ રૂપિયા વ્યાજે આપી ડબલ વસૂલી માનસિક ત્રાસ,પોલિસ તંત્ર ક્યારે જાગશે..?

હિંમતનગરના ભાડુઆતે વ્યાજખોર માલિકે અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપતા ઝેરી દવા ઘટઘટાવી લેતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ભાડુઆત નાઝીમ શેખની પત્નીએ વ્યાજખોર હનીફ ભીખા પટેલ વ્યાજના બદલે ચાર પાંચ દિવસ માટે પત્નીની માંગ કરી હોવાનો વીડિયો વાયરલ કરતા વ્યાજખોર સામે લોક આક્રોશ

અરવલ્લી જીલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી અનેક પરિવારો છિન્નભિન્ન થઈ ચૂક્યા છે વ્યાજખોરીના દુષણને ડામવા માટે જીલ્લા પોલીસતંત્રએ લોક દરબાર યોજી વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકોને ઉંચા દરે નાણાં ધીરી ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા શખ્સો સામે ફરિયાદ નોંધાવવા આહવાન કરી વ્યાજંકવાદીઓ સામે ઝુંબેશ ચલાવી હતી તેમ છતાં વ્યાજખોરો બેફામ બની અનેક જરૂરિયાતમંદ પરિવારોનું શોષણ કરી રહ્યા છે હિંમતનગરના અને મેઘરજમાં ઘર ભાડે રાખી મીરા ફ્રાય સેન્ટર ચલાવતા નાઝીમભાઈ યાકુબભાઇ શેખે ઘરમાલિક પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા પછી ડબલથી વધુ રકમ ચૂકવી દીધા છતાં વ્યાજખોર મકાન માલિકે વધુ વ્યાજ સહિત રકમ માંગી માનસિક અને શારિરિક ત્રાસ આપતા નાઝીમભાઈ શેખે સુસાઈડ નોટ લખી ઝેરી દવા ઘટઘટાવી લેતા પરિવારજનોએ તાબડતોડ સારવાર અર્થે દવાખાને ખસેડી દેતા બચાવ થયો હતો મેઘરજ પોલીસે વ્યાજખોર સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

હિંમતનગરના નાઝીમભાઈ યકુબભાઈ શેખ મેઘરજમાં હનીફ ભીખા પટેલના ઘરે પરિવાર સાથે ભાડુઆત તરીકે રહી મીરા ફ્રાય સેન્ટર નામની હોટલ ચલાવી જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા ધંધામાં પૈસાની જરૂરિયાત ઉભી થતાં ઘર માલિક હનીફ ભીખા પટેલ પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા દરરોજ બે હજાર રૂપિયાનો હપ્તો નક્કી કર્યો મુજબ નાઝીમ શેખે હનીફ ભીખા પટેલને એક વર્ષથી વધુ સમય સુધી દરરોજ બે હજાર રૂપિયા મુજબ હપ્તો આપી 5 લાખથી વધુની રકમ ચૂકવી દીધા છતાં વધુ ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી તેની પત્ની મુમતાજબેન અને નાઝિમ શેખને મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપવાની સાથે તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ બેફામ બનેલ વ્યાજખોરે નાઝિમ શેખને રૂપિયા નહીં આપે ત્યાં સુધી તારી પત્ની આપી દેની માંગ કરી સતત ધમકી આપતા વ્યાજખોરના અસહ્ય બનેલા ત્રાસથી હિંમત હારી નાઝિમ શેખે સુસાઈડ નોટ લખી દવા પી જતા પરિવારજનોએ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેતા આબાદ બચાવ થયો હતો નાઝીમભાઈ શેખની પત્ની મુમતાજબેને વ્યાજખોર હનીફ પટેલના ત્રાસ અંગેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા પોલીસ દોડતી થઈ હતી મેઘરજ પોલીસે મુમતાજબેન નાઝીમ શેખની ફરિયાદના આધારે મેઘરજના હનીફ ભીખા પટેલ સામે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પડાવ ચક્રો ગતિમાન કર્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!