
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ:ખેરગામ પોલીસે બાતમી આધારે સોમવારે ચીખલી- ખેરગામ માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન હોન્ડા સાઈન બાઇક નં. જીજે ૦૫ એમ એન ૯૮૬૩ ઉપર સફેદ વાદળી રંગ નો હાફ પેન્ટ અને લાલ શર્ટ પહેરી આવતા ચાલક ને રોક્યો હતો. અને યુક્તિ પ્રયુક્તિ સાથે સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેને પગલે બાઇક ચાલક એ શનિવાર સવારે સુરત કતારગામ શ્રીજી પાર્ક સોસાયટી ગેટ ઉપર થી ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ એ ચાલક અજય અશોક વાંસફોડા(૩૦) રહે. ઉગત ઝૂંપડપટ્ટી, મોરાભાગડ, રાંદેર સુરત ની ધરપકડ કરી હતી. અને રૂ.૨૫ હજાર ની બાઇક કબ્જે લીધી હતી. આમ ખેરગામ પોલીસ ની સતર્કતા ને પગલે સુરત બાઇક ચોરી નો ભેદ ઉકેલાયો હતો. વધુ તપાસ ખેરગામ પીએસઆઇ એમબી ગામીત કરી રહ્યાં છે.



