GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જીલ્લા ક્ષત્રીય વકીલ મંડળ દ્વારા પુરસોત્તમભાઈ રૂપાલા ના નિવેદનની વિરુદ્ધ કલેકટર ને આવેદનપત્ર

તારીખ ૦૧/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આગામી લોકસભા ચૂંટણીના લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરસોત્તમભાઈ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમ માં ક્ષત્રિય રાજપૂત સમાજ ની વિરુદ્ધ અપમાન જનક ઉચ્ચારેલા નિંદનીય નિવેદન કરી સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાવેલ છે ત્યારે
પંચમહાલ જીલ્લા ક્ષત્રીય વકીલ મંડળ દ્વારા આજરોજ કલેકટર ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું .ગુજરાત ભાજપના કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના બિનજવાબદાર નિવેદનના ગુજરાતમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. રૂપાલાનાં આ નિવેદનો સામે સમગ્ર ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. આવા નિવેદન વિરુદ્ધ હાલ ઠેર ઠેર આવેદન આવેદન પત્રો અપાઈ રહ્યા છે.ક્ષત્રિય વકીલ સમાજ દ્વારા આવેદનપત્રમાં ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે વાસ્તવમાં ક્ષત્રિય રાજપૂત સમાજે ભારત દેશની એકતા અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી ૫૬૨ જેટલા રજવાડા દેશને સમર્પિત કરી દીધા હતા જેમાં ગુજરાતના તમામ રજવાડાઓનો પણ સમાવેશ થાય છે આ સમાજે દેશને લોકશાહી માટે દેશને એક બનાવવામાં અખંડ ભારતના નિર્માણમાં મહત્વની યોગદાન આપેલ છે ભારતની લોકશાહી માટે આ તમામ રજવાડાઓએ પોતાના રજવાડાઓ દેશને સમર્પિત કરી દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનો અમૂલ્ય વારસો દેશને સમર્પિત કરી દીધેલ છે. દેશની આઝાદી અને લોકશાહી માટે આટલો મોટો યોગદાન આપવા છતાં ચૂંટણીના સમયે માત્ર મત મેળવવા, મતદારોને લોભાવવા માટે વિવાદાસ્પદ અને બિનજરૂરી નિવેદનો કરી ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી સાથે ચેડાં કરેલ છે જેનો રોષ સમગ્ર રાજપૂત સમાજમાં વ્યાપી ગયેલો જોવા મળે છે આવા બિનજરૂરી ગેર વ્યાજબી જાતિવાદી નિવેદન સામે ક્ષત્રિય સમાજ સખત વિરોધ નોંધાવી સમાજમાં વિસંવાદિતા ફેલાવતા આવા નિવેદનો કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવા પંચમહાલ જીલ્લા ક્ષત્રિય વકીલ મંડળ ના સભ્યોએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે.મહત્વ પૂર્ણ છે કે તાજેતરમાં રૂખી સમાજના એક કાર્યક્રમમાં ભારતના ગુલામી કાળમાં તત્કાલિન રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજે અંગ્રેજો સાથે રોટી – બેટી વ્યવહાર કર્યો હતો એ મતલબના રૂપાલાના ભાષણો પર રાજ્યનો ક્ષત્રિય સમાજ ખફા થયો છે. આગેવાનો એ આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રની આઝાદીના માર્ગે ક્ષત્રિય રાજાઓ અને શૂરવીરોનું યોગદાન સુવર્ણ અક્ષરે લેખાઈ રહ્યું છે ત્યારે રૂપાલા ઈતિહાસને તોડી મરોડીને મતોનું રાજકારણ ખેલી રહ્યા છે. અલબત્ત, આ સમગ્ર મામલે રૂપાલાએ માફી માંગી લીધી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા તરફે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિડિયો દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મારો આશય કોઈપણ રાજવી પરિવાર કે કોઈપણ સમાજના લોકોને નીચા પાડવાનો ન હતો તેમ છતાં કોઈની પણ લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું. તેમ છતા પણ સમગ્ર ગુજરાત મા ક્ષત્રિય સમાજ રૂપાલા વિરૂદ્ધ આવેદનપત્રો આપી તેમની ટિકિટ રદ કરવા સુઘી ની માંગ કરી રહેલ છે. ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા ક્ષત્રિય સમાજના અગ્રણી વકીલો દ્વારા સમજમાં ભારે રોષ ફેલાયો છે અને સમાજમા વિસંવાદિતતા ફેલાઈ હોય રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!