
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી માતા બનાવનાર પોસ્કો તેમજ દુષ્કર્મ હેઠળનો આરોપી ઝડપાયો
મેઘરજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પરીવારમાં શર્મશાર કરનારી ઘટના સામે આવી સગા કાકાના દિકરાએ ૧૩ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી માતા બનાવી સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં પરીવાર જનો હોસ્પિટલ લઇ ગયા જ્યાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો : કુટુંબી ભાઇ સામે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે પોસ્કો તેમજ દુષ્કર્મ હેઠળ ફરીયાદ નોધાઇ હતી
જેને લઇ ઈસરી પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ટૂંક સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો . આરોપી ઉદાભાઈ ઉર્ફ એ ભાવેશભાઈ ચંદુભાઈ હીરાભાઈ ને ઉંમર 20 વર્ષને ગણતરીના સમયમાં ઝડપી પાડી કોર્ટમાં મોડાસા ખાતે રજૂ કરાયો હતો અને કોર્ટ રિમાન્ડ મંજૂર ન કરતા સીધો મોડાસા સબજેલ ખાતે જેલના સળિયા પાછળ ધકેલાયો હતો




