
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ નગરમાં શ્રીજી બાપા નર્સિંગ કોલેજમાં ન્યુટ્રીશન ડે ની ઉજવણી કરવમાં આવી
અરવલ્લીના મેઘરજ નગરમાં શ્રીજી બાપા નર્સિગ કોલેજમાં ન્યુટ્રીશન ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમા કોલેજના વિધ્યાર્થીઓ ધ્વારા કોલેજ કેમ્પસમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ કે પટેલ, કોલેજના પ્રીન્સીપાલ સુનીલ પાટીદાર તેમજ નર્સિગ કોલેજના ટીચીંગ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.તેમાં BSC અને GNM અને ANM નર્સિંગના વિદ્યાર્થીઓ એ ન્યુટ્રીશનના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.સર્વ કાર્યક્રમનું સંચાલનહરીતાબેન,તેજલબેન,દિપીકાબેન ધ્વારા કરવામાં આવ્યુ હતું.




