GUJARATLUNAWADAMAHISAGAR

જિલ્લા મેજીસ્ટ્રેટ  દ્વારા કડાણા ડેમનો જળ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

જિલ્લા મેજીસ્ટ્રેટ  દ્વારા કડાણા ડેમનો જળ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે

કડાણાડેમના ઉપરવાસના જળ વિસ્તાર રાજસ્થાન રાજયના ડુંગરપુર અને બાંસવાડા જિલ્લાના અંતરીયાળ વિસ્તારને અડીને આવેલ હોવાથી આ જળ માર્ગે માણસોની અવર જવર થાય છે અને આ જળમાર્ગેથી દેશી અને વિદેશી દારૂની હેરાફેરી થવાની શકયતા રહેલ છે.જેથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમ્યાન જિલ્લામાં આદર્શ આચારસંહિતા અને કોઈ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડાણા ડેમની ઉપરવાસના જળ વિસ્તારમાં શંકાસ્પદ માણસોની અવર જવર રોકવા સારૂ કડાણા ડેમનો જળ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવો જરૂરી જણાય છે. જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ  નેહા કુમારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે,કડાણા ડેમની ઉપરવાસના જળ વિસ્તારમાં શંકાસ્પદ માણસોની અવર જવર અટકાવવા માટે કડાણા ડેમનો જળ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતા,૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!