MORBI:મોરબી અમેરિકાની એર ટીકીટના નામે 7.71 લાખ રૂપિયાની છેતરપિંડી કરી:બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
MORBI:મોરબી અમેરિકાની એર ટીકીટના નામે 7.71 લાખ રૂપિયાની છેતરપિંડી કરી:બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મોરબીમાં પટેલ સોસાયટી બી-૬ રવાપર રોડ ખાતે રહેતા ૭૦ વર્ષીય ખેડૂત રમેશભાઈ બાલુભાઈ ઉઘરેજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, રમેશભાઈ અને તેમના મિત્ર વસંતભાઈ અંબાલાલ પટેલને તેમના અન્ય મિત્ર મુકેશભાઈ પંચાલના દીકરાના લગ્ન પ્રસંગમાં અમેરિકા જવાનું હોય જેથી મુકેશભાઈ તથા રમેશભાઈના બહેનના આગ્રહ કરવાથી અમેરિકા જવાની ટીકીટ અને ટૂર પેકેજ અમેરિકા તથા અમદાવાદમાં કાર્યરત વૈશવી ટુરીઝમ પ્રા. લિ. માં કરવાનું નક્કી કર્યું હતું, જે ટૂર પેકેજના કુલ રૂપિયા ૭.૭૧ લાખમાંથી રૂ.૩.૧૪ લાખ રમેશભાઈ અને વસંતભાઈએ તથા રૂ. ૧.૬૫ લાખ રમેશભાઈના બેન મીનાબેને તથા રૂ.૨.૯૦ લાખ મુકેશભાઈ પંચાલે વૈશવી ટુરીઝમના ડિરેક્ટર મહર્ષિ દવે અને તેમના પત્ની ભાવિકાબેન દવેના જણાવ્યા મુજબના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે અમદાવાદમાં કાર્યરત વૈશવી ટુરીઝમ પ્રા. લિ.ના ડાયરેક્ટર મહર્ષિભાઈ પ્રવીણભાઈ દવે અને તેમની પત્ની ભાવીકાબેન મહર્ષિભાઈ દવેને રકમ મળ્યા બાદ, તેમના તરફથી ૧ એપ્રિલ ૨૦૨૫ માટેની ફ્લાઇટ ટિકિટ ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવી, જે ‘ઓન હોલ્ડ’ સ્ટેટસમાં હતી. જે બાદ ટિકિટ કન્ફર્મ મોકલી આપવાનું કહી, કન્ફર્મ ટીકીટ માટે અનેકવાર સંપર્ક કરવા છતાં કોઇ પ્રતિસાદ મળ્યો નહીં. ઉલટા, ફોન પણ રિસીવ ન કરી બંને આરોપીઓએ ઇરાદાથી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાનું સામે આવ્યું હતું. હાલ રમેશભાઈની ફરિયાદને આધારે પોલીસે આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે