MAHISAGARSANTRAMPUR

ગરીબ કુટુંબોના જીવનમાં ઉજાસ પાથરતી ઝૂંપડા વીજળીકરણ યોજના

મહીસાગર જિલ્લાના ચોપડા ગામના મુકેશભાઇને “ઝૂંપડા વીજળીકરણ યોજના” અંતર્ગત વિનામૂલ્યે વીજજોડાણ આપવામાં આવ્યું.

અમીન કોઠારી -મહીસાગર

ગરીબ કુંટુંબોના જીવનમાં ઉજાસ પાથરતી “ઝુંપડા વીજળીકરણ યોજના”

 

૨૩ વર્ષના વિકાસમાં રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને પણ તમામ પાયાની સુવિધાઓ મળે તે રીતે વિવિધ પ્રજાલક્ષી કાર્યો થઇ રહ્યા છે. જે અંતર્ગત રાજ્યના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ કુંટુંબો માટે સીંગલ પોઇન્ટ પર વપરાશના વીજજોડાણ વિનામૂલ્યે આપવાના હેતુસર ઝુંપડા વીજળીકરણ યોજના અમલી બનાવવામાં આવી છે.

 

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચોપડા ગામના મુકેશભાઇ નાયક જણાવે છે કે, હું ખેત મજૂરી કરી મારા પરિવારનું ભરણપોષણ કરું છું. પેહલા અમે અંધારામા રહેતા હતા જેનાથી અમને રાત્રી સમયે કોઈ જાનવર આવી જાય સાપ આવી જાય તેનો ભય રહેતો અને રાત્રે જમવામાં પણ ખૂબ તકલીફ પડતી હતી. સરકારશ્રી દ્વારા ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત વીજજોડાણ વિનામૂલ્યે આપવાથી અમારા જીવનમાં ઉજાસ આવી છે. હવે હું મારા પરિવાર સાથે ખુશી ખુશી રહું છું. મને આ યોજનાનો લાભ આપવા બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છે.

  1. ઉલ્લેખનીય છે કે રાજ્યનાં શહેરી તેમજ ગ્રામિણ વિસ્તારોમાં રહેતા કોઇપણ જાતિનાં બી. પી. એલ. યાદીમાં સમાવિષ્ટ ગરીબ કુટુંબોને વીજળીની સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા “ઝૂંપડા વીજળીકરણ યોજના” અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને એક પોઇન્ટ વાયરીંગ સાથે નિ:શુલ્ક ગૃહ વપરાશ વીજ જોડાણો આપવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!