ચાર સંતાનોની માતાને તેના જેઠ અને જેઠાણીએ ડાકણ કહી વગોવતા તેને હથિયાર વડે મારપીટ કરતા મહિલાએ ગોધરા 181 અભયમ ટીમની મદદ લીધી હતી.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૫.૨૦૨૫
ગોધરા તાલુકાના એક ગામમાંથી મહિલાનો ૧૮૧ અભયમ માં કોલ આવેલ અને જણાવેલ કે મારા જેઠ જેઠાણી મને મારપીટ કરી ઘરમાંથી કાઢી મુકે છે ઘરમાં રહેવા દેતા નથી અને ગંદી ગાળો બોલે તેમજ તું ડાકણ છે તેવું કહી તેઓ રહેવા દેતા નથી હું મારા ચાર નાના બાળકોને લઈ રાત્રિના સમયે ખેતરોમાં બેઠી છું તેથી મદદ ની જરૂર છે.ત્યારે ગોધરા 181 અભય ટીમે કૉલ આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પીડિત મહિલા નું કાઉન્સિલિંગ કર્યું હતું. રાત્રિના સમયે ઘરમાંથી નાના બાળકો લઈને નીકળી ન જવાય તે માટે મહિલાને સમજાવેલ.તેમાં મહિલાએ પોતાની આપવિતી જણાવેલ કે મારા જેઠ-જેઠાણી ની દિકરી નું આશરે એક વર્ષ પહેલા મૃત્યુ થયું હતું તેથી તેઓ અંધશ્રદ્ધા મા આવી મારા લાંબા વાળ જોવે છે અને ચહેરો શ્યામ રંગનો દેખાઈ છે તે માટે ડાકણ ની શાંકાઓ કરે છે.મારે ચાર સંતાનો છે મારા જેઠ રોજ નશો કરીને આવે અને મને હેરાનગતિ કરે અને કોઈ લોકો ની વાતમાં આવી મને ડાકણ કહી મારા ઘર ની આસપાસ હથિયાર લઈને ફરિયા કરે છે.મને નીકળી જવાનું કહે તેમજ મને અને મારા પતિને મારઝુડ કરી ઘરમાં રહેવા દેતા નથી.હું પતિ અને સંતાનો સાથે હું અલગથી રહું છું પરંતુ મારા પતિ પણ કયારેક નશો કરીને આવી તે લોકોની વાતમાં આવી ખુબજ હેરાન કરે અને વાંરવાર ડાકણ કહે છે.જેથી હું ત્રાસી ગઈ છું મરી જવાના વિચારો સુધી પહોંચી ગઈ છું પરંતુ આ મારા બાળકોને મૂકી શકું તેમ નથી.અને હવે તેઓ તેમાંથી મુક્ત થવા માંગતા હોય અને કાયમી શાંતિ ઇચ્છતા હોય જેથી તેમને 181 અભયમની માહિતી અન્ય વ્યક્તિ દ્વારા જાણવા મળતા ફોન કર્યો હતો.પીડિતા મહિલાની તમામ હકીકતો સાંભળી સમજી 181 અભયમ ટીમના કાઉન્સિલરે તેઓનું કાઉન્સિલિંગ કરી તેમજ તેમને સાંત્વના આપી તેમના આત્મા હત્યા કરવા ના વિચારો ને દુર કર્યાં હતા.ત્યારબાદ તેમના જેઠ જેઠાણી ને સમજાવેલ કે તમારી દિકરી ને કોઈ બિમારી ના કારણે મૃત્યું થયેલું હોય તેમાં આ મહિલાને અંધશ્રદ્ધામાં આવી ડાકણ કહી વગોવવું ન જોઈએ.અને તેને ચાર નાના સંતાનો છે.હેરાનગતિ ન કરવું જોઈએ.પછી તેના પતિ ને બોલાવી ને સમજાવેલ કે મહિલા શ્યામ છે તેની સાથે રાજી ખુશીથી લગ્ન કર્યા છે તેને જેઠ -જેઠાણી ની વાતોમાં આવી ઘરેથી ખોટી શંકાઓ કરી કાઢી નય મુકાય શાંતિથી રહેવા દેવું જોઈએ.જેથી અભયમ ટીમ ના કાઉન્સેલરે તેઓને અસરકારકતા થી સમજાવેલ. પછી મહિલા લક્ષી કાયદાકીય સલાહ આપવામા આવેલ.જેમાં તેઓને પણ કાયદાનું ભાન કરાવેલ અને જેઠ જેઠાણી નું અસરકારક સમજાવટથી તેઓને પોતાની ભૂલ સમજાઈ હતી. અને માફી માંગી તેઓ અંધશ્રધ્ધા માં આવી ખોટી શંકાઓ ન કરવા અને મહિલાને તેના ઘરમાં સારી રીતે રહેવા દેવા તેમજ બાળકનું પણ ધ્યાન રાખીશું તેવી બાંહેધરી આપી હતી.આમ પતિ અને જેઠ-જેઠાણીને સમજાવેલ અને સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.