
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે સટ્ટા બેટિંગના આંકડાનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
પોલીસે આંકડા લખેલ બુક અને સ્લિપ સહિત કુલ રૂપિયા ૧૦૦૫૦ નો મુદ્દામાલ કબજે લીધો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે સટ્ટા બેટિંગના આંક ફરકના આંકડાનો જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે રૂપિયા ૧૦૦૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને રાજપારડી પીઆઇ એચ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજપારડી પોલીસ સ્ટાફની ટીમે મળેલ બાતમીના આધારે રાજપારડી ગામે ખાડી નજીકથી સટ્ટા બેટિંગનો આંક ફરકનો આંકડાનો જુગાર રમતા ચાર ઇસમો રૂપસંગભાઇ ભલુભાઇ વસાવા રહે.સિમધરા તા.ઝઘડિયા,મહેન્દ્રભાઇ ચતુરભાઇ વસાવા રહે.નવાઅવિધા તા.ઝઘડિયા,લક્કડભાઇ ઉકેડિયાભાઇ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયા તેમજ હરીભાઇ જેન્તીભાઇ વસાવા રહે.ગામ ચોકી તા.ઝઘડિયાનાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી આંકડા લખેલ બુક તેમજ સ્લિપ નંગ ૬ બોલપેન કાર્બન પેપર સહિતના આંકડા લખવાના સાધનો તેમજ રોકડા રૂપિયા ૧૦૦૫૦ કબજે લીધા હતા.પોલીસે ઉપરોક્ત પકડાયેલ ચાર ઇસમો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી



