વાંસદા સિણધઇ ગ્રા.પં.ની હદમા વિવાદિત બાંધકામ બાબતે મહિલા ઉપસરપંચે સરપંચ અને તલાટી સામે બાંયો ચડાવી..
ટી.ડી.ઓ ને ફરિયાદ કરી એપાર્ટમેન્ટનાબાંધકામની મંજૂરી., મંજૂર
પ્લાન સહિતના મુદ્દે તપાસ સહિત પંચાયત ધારા મુજબ કાર્યવાહી કરવા માંગ..!
પ્રિતેશ પટેલ,વાંસદા
વાત્સલ્યમ્ સમચાર
વાંસદા: વાંસદા તાલુકાના સિણધઈ ગ્રામ પંચાયતની હદમાં નિયમો વિરુદ્ધ થઇ રહેલા એપાર્ટમેન્ટ બાંધકામનો મુદ્દો હાલ વિવાદમાં ચાલી રહ્યો છે. બાંધકામના અનધિકૃત મુદ્દે સરપંચ-તલાટી દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ નહીં ધરાતા આ મુદ્દો ચર્ચાનો વિષય બનતા મહિલા ડેપ્યુટી સરપંચે સરપંચ-તલાટી સામે બાંયો ચઢાવી છે. તેમણે એપાર્ટમેન્ટના બાંધકામની મંજૂરી બાબતે જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી એપાર્ટમેન્ટના બાંધકામ પ્લાન મુજબ ખરાઈ કરાવા મેદાને ઊતરતા રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે.
ઉનાઈ ગામના મુખ્ય રોડની બાજુમાં સિણધઈ ગ્રામ પંચાયતની હદમાં બંધાઇ રહેલી ઇમારતના ગેરકાયદે બાંધકામ પરવાનગી બાબતે ચાલી રહેલા વિવાદ અંગે કાર્યવાહી હાથ ધરવા માટે ગ્રામજનોમાં માંગ ઉઠી હતી.
એપાર્ટમેન્ટનું પરમિશન વગર બાંધકામ થઈ રહ્યું હોવાથી ડેપ્યુટી સરપંચને ગેરકાયદેસર જણાતા જાગૃત નાગરિક તરીકે આ બાંધકામ પંચાયતના નિયમો વિરૂદ્ધ હોય જેનાથી ભવિષ્યમાં તકલીફ પડે નહીં તે બાબતનું ધ્યાન રાખી ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ટી.ડી.ઓ ને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં એપાર્ટમેન્ટનું બાંધકામ પ્લાન એસ્ટીમેન્ટ પ્રમાણે છેકે નહીં તેની ખરાઈ કરવા અને એપાર્ટમેન્ટ બાંધકામની મંજૂરી આપી છે કે નહીં અને જો આપેલી હોય તો પંચાયત ધારા-1993 મુજબ કાર્યવાહી કરવા માંગ કરી હતી.