AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

કવિની કલ્પના અને લાગણીઓનો શૃંગાર-આ સમન્વયના શબ્દો

કોઇ શાંત કવિને જોયા છે? અંદર ઘુઘવતો સાગર પરંતુ કાંઠે પાતળુ પાણીનુ થર ફેલાય એ દ્રશ્યને માણ્યા છે? કવિ પણ એમ જ હોય છે.  એમના મગજમાં જે તરંગો ઉઠતા હોય તે માણ્યા છે? શબ્દોનો ઘૂઘવતો સાગર જ્યારે કલમમાંથી ઝરણુ બની ફુટી નીકળે ત્યારે હાશકારો થાય એ સાહિત્ય રચના,પછી તે કવિતા હોય, ગઝલ હોય , લેખ હોય,વાર્તા હોય ,ખંડકાવ્ય હોય કે હાઇકુ પણ હોય………..

કવિતાને માણવી હોય તો એ સ્થિતિમા આપણને મુકવા પડે,સાયુજ્ય કેળવવુ પડે અને એ સાયુજ્યથી અહોભાવ પ્રગટે ત્યારે અંતરમાં દીવા થાય

જામનગરના કવિ અતુલભાઇ આવી જ શબ્દ કલાના ઉપાસક છે

પ્રતિલીપી  સાહિત્ય એપ્લીકેશનમાં તેમની રચનાઓ નિયમીત માણવા મળે છે

 

અહી તેઓની બે કવિતાઓ આસ્વાદ લેવા માંગતા રસીકજનો માટે પ્રસ્તુત છે

@ કવિતા ‍૧

વિદાય ની ઘડી

_______________
કાકા એ લખી કંકોત્રી એ કલમ કાન માં કહેતી ગઈ વિદાય ની ઘડી નજીક આવી ગઈ.
પપ્પા ની પરી બની ફરતી પાનેતર પહેરીને કહેતી ગઈ વિદાય ની ઘડી નજીક આવી ગઈ.
મમ્મી ની મીઠડી મીઠી નોકઝોક કરતી થોડી વઢતી નવજીવનની સમજણ આપતી ભીની આંખે કહેતી ગઈ વિદાય ની ઘડી નજીક આવી ગઈ.
મસ્તી કરતી મામા પાસે માંગણી નુ લીસ્ટ કરતી તે તોફાની મામા ના સહારે મંડપમાં જતા કહેતી ગઈ વિદાય ની ઘડી નજીક આવી ગઈ.
માસી દોડી મળવા જતી ભાણીને હલ્દી લગાવી કહેતી ગઈ વિદાય ની ઘડી નજીક આવી ગઈ.
મમ્મી ની મીઠડી પપ્પા ની પરી નો હાથ આપી હાથમાં સોપુ છું દિલનો ટુકડો એ નમ આંખો આશિષ આપતા પ્રાથના કરે છે મંડપમાં સ્થાપન કરેલ દેવોને સફળ બને જીવન એમનું ઈચ્છા એજ અંતિમ હોય છે માબાપ ની
ભાઈ બહેન ની નોકજોક કરેલ મસ્તી યાદ બની જશે એ ભાઈ જવતલ હાથમાં આપી વિદાય ની ઘડી નજીક આવી ગઈ એ ભીની આંખે કહેતી ગઈ.
દાદા દાદી ની દુલારી ને પ્રેમ નો પ્રકાશ સાસરીમાં ફેલાવવા દિપક આપતા કહેતી ગઈ વિદાય ની ઘડી નજીક આવી ગઈ.
બેન હતી સુખ દુઃખ ની સહેલી સામૈયું કરતા કહેતી ગઈ વિદાય ની ઘડી નજીક આવી ગઈ.
સહેલીઓ તો હતી મોજ મસ્તી ની સાથી ચોરી ફેરા ફરતી દુર ઊભી સમજી ગઈ વિદાય ની ઘડી નજીક આવી ગઈ.
મંડપ ને વધાવતા કહે છે મળી લઉં સૌને ગળે મળીને આજ સમજી ગઈ વિદાય ની ઘડી નજીક આવી ગઈ

@કવિતા ૨

વૃદ્ધાશ્રમ

__________

મધદરિયે છોડી જાય એ નાખુદા ની વાત શું કરૂં મુલાકાત માટે બોલાવી ન આવે તો એ લાગેલ ઠેસ ની વાત શું કરૂં.
દોડતો રહ્યો જેના સપના પૂરા કરવા માટે સ્વાર્થ પણ સેવ્યો જેના માટે એ છોડી જાય તો થતા દર્દ ની વાત શું કરૂં.
આંગળી પકડી ચાલતા શિખવ્યું જેને એ હાથ છોડી જાય તો વાત એની શું કરૂં.
દોડતો રહ્યો જેની ખુશી માટે આશ હતી ધડપણ નો સહારો બને એ વૃધ્ધાશ્રમમાં છોડી જાય તો થયેલ દુઃખ ની વાત શું કરૂં.
ઈશ્વર કહે તો ખરો શું ભુલ હશે મારી સૌ સાથે રહેવું હતું મારે આમ રિસાઈ ને છોડી જાય તો થયેલ દર્દ ની વાત શું કરૂં.
આનંદ તો અહીં પણ આપે છે સૌ જન્મ દિવસ ઉજવવા આવેલ બાળકે
પુછ્યું દાદા રમશો મારી સાથે ત્યારે યાદ નાં ઉઠેલ તોફાન ની વાત શું કરૂં.
ઈશ્વરે દાતા એ સગવડ તો સારી ઊભી કરી છે પણ જે સાથે રહેવા બનાવેલ ઘર છૂટ્યા ની વાત શું કરૂં.
રહી એ છીએ સૌ સાથે પણ દિવાલો વચ્ચે વહાવેલ આંસુ ની વાત શું કરૂં
સંબંધો આમ મતલબ ભર્યા થતા જશે તો માં બાપ ની લાગણી ને પહોંચેલ ઠેસ ની વાત શું કરૂં

બંને કવિતાના કવિનું નામ.. અતુલ કુમાર લાભશંકર મહેતા (નિવૃત રેવન્યુ કર્મચારી)

Back to top button
error: Content is protected !!