અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : BSNL ના ગ્રાહકો પરેશાન, BSNL કાર્ડ પરત કરવા વિચારણા, કનેક્ટિવિટીનો વારંવાર પ્રશ્ન 25 દિવસથી બંધ હાલત
મેઘરજ તાલુકામાં આવેલ શિવરાજપુર ગામે ભારતીય દૂરસંચારનું ટેલીફોન એકચેન્જ આવેલું છે ત્યાં ટાવર પણ છે જે અવારનવાર બંધ રહે છે હાલ 25 દિવસ સદંતર બંધ હાલતમાં છે મોબાઈલ ફોન પણ લાગતા નથી નેટ પણ આવતું નથી bsnl કોલ સેન્ટર મેઘરજ ખાતે ફોનથી કમ્પ્લેન કરીને વારંવાર જાણ કરેલું તો બે દિવસમાં થઈ જશે તેમ જણાવેલ છે દિવસો જતા ફોન રિસીવ કરતા પણ નથી એક વર્ષ પહેલા પણ મહિનાથી વધુ બંધ રહેલ આમ ગ્રાહકો પરેશાન થઇ રહ્યા છે ગ્રાહકોને બેલેન્સ રિચાર્જ કરાવેલ પણ વ્યર્થ જાય છે હવે ગ્રાહકો bsnl ની ઓફિસે જઈ સામુહિક કાર્યક્રમ કરી જવાબદાર અધિકારીઓને બી એસ એન એલ ના કાર્ડ પરત કરવા વિચારવી રહ્યા છીએ આ ટાવર જલ્દી કાર્યરત થાય અને નિયમિત ચાલુ રહે તેવી આ વિસ્તારના ગ્રાહકોની માંગણી અને લાગતા વળગતા તંત્ર ને રજૂઆત છે