
તા.૨૯.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરના તળાવ ફળીયા ભીલવાડામાં આવેલ સ્થિત સાંઈ બાબા મંદીરની દિશા ગંદકીના કારણે બદલવાની કામગિરી મંદીરના સંચાલકો દ્વારા હાથ ધરાઈ
દાહોદ શહેરના વોર્ડ નંબર 3 ના ભીલવાળા તળાવ ફળીયામાં આશરે 25 વર્ષ જૂનું સાંઈ બાબાના મંદીરની દિશા બદલવાની કામગિરી શરૂ કરવા વિસ્તારના મંદીરના સંચાલકોએ બેઠક યોજી તળાવ ફળીયા ભીલવાડામાં સ્થિત સાંઈબાબાના મંદીર નજીક ખુલ્લી જગ્યા આવેલી છે.જે ખુલ્લી જગ્યામાં વિસ્તારના લોકો દર વર્ષે આવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોં તહેવારો ઉજવતા હતા.પણ સ્માર્ટ સીટી અંતર્ગત બનાવેલ સિદ્ધરાજ જયસીંગ છાબ તળાવ બન્યા બાદ સિદ્ધરાજ જયસીંગ છાબ તળાવનું લેવલ અને વિસ્તારનું લેવલમાં અંતર હોવાના કારણે અને સ્માર્ટ સીટી અંતર્ગત બનાવેલ ભૂગર્ભ ગટર બ્લોક હોવાના કારણે અન્ય વિસ્તારોમાંથી આવતું ગંદુ પાણી તે ખુલ્લી જગ્યામાં ભરાવા લાગ્યુ.જેનું હાલ સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.સાથે ભીલવાડા વિસ્તાના લોકો કચરો પણ તે ખુલ્લી જગ્યામાં નાખે છે .જેના કારણે વિસ્તારના લોકો દુર્ઘઘનો સામનો કરી કર્યા છે.અને સાથે સાંઈ બાબા મંદીરમાં આવતા ભક્તોની સંખ્યામાં પણ સાંઈ બાબા મંદીર નજીક ગંદુ પાણી ભરાઈ રહેતા અને કચરાના ઢગલાના કારણે ઘટાડો થતા છેવટે મંદીરના સંચાલકોએ મંદીરની દિશા બદલવાનું નક્કી કરવામાં આવી છે





