સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની એક્શન મોડમાં કામગીરી, વસ્તડી ડાયવર્ઝનનું તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ હાથ ધરાયું
તા.09/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે નાગરિકોને અવરજવરની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે રોડ રસ્તા રીપેરીંગની કામગીરી કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વહીવટી તંત્રને આદેશ અપાયા છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન મોડમાં રોડ રસ્તાની મરામત કામગીરી હાથ ધરાઈ છે જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયુ છે ત્યારે લોકોનું પરિવહન સુગમ બને તે માટે તાત્કાલિક ધોરણે રસ્તાઓનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવી રહ્યું છે ભારે વરસાદથી વસ્તડી ડાયવર્ઝનમાં થયેલા નુકશાન સામે તંત્ર દ્વારા રીપેરીંગની કામગીરી ત્વરિત શરૂ કરવામાં આવી હતી તાત્કાલિક હાથ ધરાયેલુ રીપેરીંગ કાર્ય પૂર્ણ થયે ટુંક સમયમાં જ વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવશે.