BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વર GIDCમાં નશામાં ધૂત ટેન્કરચાલકનો કહેર:ડેટોક્સ કંપની નજીક બાઇકને ટક્કર મારતાં યુવાન ગંભીર
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જીઆઇડીસીથી જીતાલી ગામ તરફ જવાના માર્ગ પર ડેટોક્સ કંપની નજીક આ અકસ્માત થયો છે.
પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે બાઇક સવાર યુવાનને ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ થઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ટેન્કર ચાલક નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો.
અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. GIDC પોલીસે ઘટનાની નોંધ લઈને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ ટેન્કર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.