હાલોલના બાસ્કા ગામે રહેતા યુવકે પત્ની સાથેના કંકાસથી ત્રાસીને પોતાના ગળા પર બ્લેડ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૩.૨૦૨૫
હાલોલ તાલુકાના બાસ્કા ગામે રહેતા મહારાષ્ટ્રના યુવક આકાશ જાવરે એ આજે રવિવારે બપોરે પત્ની સાથેના ઘરકંકાસ થી કંટાળીને ગળા ઉપર બ્લેડ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.યુવક ને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હાલોલ ની રેફરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબો દ્વારા તેની સારવાર કરી આ બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસ ને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.આકાશ જાવરે એ ઝારખંડ ની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી હાલોલ તાલુકાના બાસ્કા ગામે વસ્યો હતો, બંને નોકરી કરતા હતા અને ઘર ચલાવતા હતા. થોડા દિવસ થી આકાશ બેરોજગાર બનતા ઘરે હતો. જ્યારે પત્ની કામે જતી હતી, બંને વચ્ચે આર્થિક તંગી ને કારણે કંકાસ ચાલી રહ્યો હતો. આજે રવિવારે બપોરે આકાશ ને પત્ની સાથે બોલાચાલી થતા પોતાના ગળા ઉપર બ્લેડ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આકાશ ને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલ માં લઇ જવાતા તેનો જીવ બચી ગયો હતો.








