BANASKANTHAGUJARATPALANPUR
ગઢના યુવાને આર્મીમેન તરીકે ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતાં અગ્રણીઓ દ્રારા સન્માન કરાયું
21 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર તાલુકાના ગઢ ગામના વતની મિથૂનભાઈ કાન્તિભાઈ ટાકરવાડિયાએ આસામ રાઈફલ્સમાં આર્મીમેન તરીકે રાષ્ટ્ર સેવામાં જોડાઈ સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કરી રજા સાથે વતનમાં પધારતાં ગઢના સામાજિક – રાજકીય અગ્રણીઓ દ્રારા એમનું પરિવારની ઉપસ્થિતિમાં શાલ ઓઢાડી – પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતુ અને રાષ્ટ્ર સેવામાં ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ અંગે અમૃતભાઈ દેસાઈ એ જણાવ્યું હતું.