એક નારી સાપ પે ભારી
સુરતના લસકાણા વિસ્તારમાં ચોમાસાની મોસમ દરમિયાન મોટા જીવજંતુઓ અને સાપ જેવા પ્રાણી રહેણાક વિસ્તારોમાં આવી જવાની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટનામાં દોઢથી બે ફુટ જેટલું નાગનું બચ્ચું એક ઘરમાં ઘૂસી જતાં ત્યાં ખળભળાટ મચી ગયો હતો. ભયના માહોલમાં પડોશીઓમાં નાસભાગ મચી હતી અને જાણકારીના અભાવે પરિવારે પુરી રાત ઘર બહાર વિતાવી હતી.
એવી વિકટ પરિસ્થિતિમાં સુરત નાગરિક સંરક્ષણ દળમાં સેવા આપતી મહિલા વોર્ડન જીલી સાગર પડસાળાએ પોતાના સિનિયર અધિકારીઓની સલાહ મુજબ પરિવાર તથા પડોશીઓને મદદરૂપ થવા માટે હિંમતભર્યો નિર્ણય લીધો. જીવનનું જોખમ હોવા છતાં તેમણે સમાજરક્ષાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, તથા જીવ દયાના કાર્યને પણ સારી રીતે કરી બતાવી સાપનુ રેસ્ક્યુ કરી નજીકના જાડી વિસ્તારમાં તેને સુરક્ષીત મુક્ત પણ કરવામાં આવ્યુ.
સિવિલ ડિફેન્સના જીલીબેનની આ બહાદુરી માત્ર એ પરિવાર માટે રાહતરૂપ બની નહીં પરંતુ આજના સમયમાં સુવિધાજનક અને ભૌતિક જીવન જીવતી નારીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો બની રહ્યો છે.