
ઝઘડિયા ચાર રસ્તા ખાતે ખરાબ રસ્તા નું સમારકામ ગામના યુવાનોએ કરી અનોખો વિરોધ નોંધાવ્યો


રોજિંદી હજારો માલવાહક ટ્રકો અહીંથી પસાર થતી હોય રસ્તો બેહાલ બન્યો છે
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા અને રાજપીપળા અંકલેશ્વર અને ભરૂચ વાલીયા નેત્રંગ ને જોડતા તમામ રાજ્ય ધોરીમાર્ગો તથા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ અને ગામડાઓને જોતા તમામ રસ્તાઓ બેહાલ બન્યા છે, તંત્ર દ્વારા ખાડાઓ પુરવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ ભારે વાહનો અને ઓવરલોડ વાહનોના કારણે જેસે થે ની પરિસ્થિતિ ઉભી થાય છે અને સમારકામ પાછળ ખર્ચેલા સરકારના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા છે, આજરોજ ઝઘડિયા ગામના યુવાનોએ રોડ રસ્તા બેહાલ બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો યુવાનોએ જાતે ધોરીમાર્ગના પાવડા ત્રિકમ લાવી ખાડાઓ પુરી તંત્રની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, યુવાનોએ જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકામાંથી અખૂટ ખનીજ સંપત્તિ ખનન થઈ રહી છે અને તેનો મોટો લાભ રોયલ્ટી રૂપે સરકારને પણ થઈ રહ્યો છે, તેમ છતાં ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમાં ધોળીમાર્ગ ઉપરાંતના માર્ગો બનાવવા બાબતે અને તેના સમારકામ બાબતે તંત્ર ઉદાસીન રહ્યું છે, જે સાંખી લેવાય નહીં, જો એક અઠવાડિયામાં આ રસ્તાઓ ક્વોલિટી મુજબ સમારકામ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી



