
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજ :- સીસોદરા અદાપુરમાં મોડી રાતે બે જનરલ સ્ટોરમાં ચોરી સમગ્ર ઘટના CCTV માં કેદ ,મેઘરજ પોલીસે તપાસ હાથ ધરી
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના સીસોદરા અદાપુર વિસ્તારમાં મોડી રાત્રે બે જનરલ સ્ટોર દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર ચોરે બંને દુકાનોમાંથી મળીને અંદાજે રૂ. 70,000 જેટલી રકમની ચોરી કરી ફરાર થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની આખી હકીકત દુકાનોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક વ્યક્તિ શટર ખોલી અંદર પ્રવેશતા અને ચોરી કરતી સ્પષ્ટ રીતે નજરે પડે છે. સવારમાં ઘટના જાણવા મળતા જ દુકાન માલિકોએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.મેઘરજ પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે અજાણી વ્યક્તિની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. નજીકના ગામો, રસ્તાઓ અને શંકાસ્પદ લોકો અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચોરને ઝડપી પાડવા તજવીજ તેજ બનાવવામાં આવી છે.





