BANASKANTHADEODARGUJARAT

દિયોદર રાધાબા કોમ્પલેસમાં અલગ અલગ સ્થળે ચોરી કરનાર ઈસમ ઝડપાયો 

પોલીસે સી સી ટીવી ફૂટેજ ના આધારે તપાસ કરી ભેદ ઉકેલ્યો 

પોલીસે સી સી ટીવી ફૂટેજ ના આધારે તપાસ કરી ભેદ ઉકેલ્યો

  1. દિયોદર રાધાબા કોમ્પલેસમાં અલગ અલગ સ્થળે ચોરી કરનાર ઈસમ ઝડપાયો

પોલીસે મુર્દા માલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી

દિયોદર પોલીસે થોડા સમય અગાઉ રાધાબા કોમ્પ્લેક્સ માં રાત્રીના સમય અલગ અલગ સ્થળ પર ચોરી કરનાર ઈસમ ને સી સી ટીવી ફેટેજ ના આધારે ઓળખ મેળવી ઝડપી લીધો હતો જેમાં પોલીસે આરોપી પાસે થી મુર્દા માલ કબ્જે લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

દિયોદર મહાદેવ મંદિર સામે આવેલ રાધાબા કોમ્પલેક્ષમાં થોડા સમય અગાઉ બે પંખા ,ગોડાઉન માંથી કટલરી બંગડીઓ તેમજ કાપડ ના ગોડાઉન માંથી ગરમ કપડાં ની ચોરી થઈ હતી જે મામલે દિયોદર પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો જે મામલે પોલીસે ચોરી સ્થળ પર થી સી સી ટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા દિયોદર ઓગડનાથ સોસાયટીમાં રહેતો મિતુલ નાગજીભાઈ ચૌહાણ ને ઝડપી લઇ સઘન પૂછ પરછ કરતા આરોપીએ રાધાબા કોમ્પલેક્ષમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેમાં પોલીસે આરોપી પાસે થી ચોરી નો મુર્દા માલ કબ્જે લઈ આરોપી ને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો હતા…

અહેવાલ અલ્પેશ બારોટ

દિયોદર

Back to top button
error: Content is protected !!