GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “લગ્નજીવનમાં સેવા, સમર્પણ અને વિશ્વાસ જરૂરી છે” : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

તા.૫/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટમાં ૮૧ કન્યાઓના સમૂહલગ્ન નિમિત્તે યોજાયેલ લોકડાયરામાં મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા

Rajkot: રાજકોટમાં યુનિટી ફાઉન્ડેશન આયોજિત સર્વજ્ઞાતીય ૮૧ કન્યાઓના સમૂહલગ્ન નિમિત્તે આજે યોજાયેલ લોકડાયરામાં મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતિનિધિરૂપ છ દીકરીઓને કરિયાવર અર્પણ કરવામાં આવ્યો હતો.

આ વેળાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવયુગલોને ભાવિ દામ્પત્ય જીવનના આશીર્વાદ આપીને જણાવ્યું હતું કે, લગ્નજીવનમાં સેવા, સમર્પણ અને વિશ્વાસ જરૂરી છે. સમૂહલગ્ન એ આજનાં સમયની માંગ છે. દરેક સમાજે આ પરંપરાને અપનાવવી જોઈએ. રાજ્ય સરકારે પણ સમુહલગ્નને પ્રોત્સાહન આપવા ખાસ “સાત ફેરા સમૂહ લગ્ન” યોજના અમલી બનાવી છે. આ યોજના માટે પ્રતિવર્ષ બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે. આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ “સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ”ના મંત્ર સાથે જનકલ્યાણ અર્થે આગળ વધવામાં માને છે. સમૂહલગ્ન સામાજિક સમરસતાનું પ્રતીક છે. તેમણે આ પ્રસંગે આયોજકો અને દાતાને પણ શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં યુનિટી ફાઉન્ડેશનનાં ચેરમેનશ્રી ડો. ભરતભાઈ બોઘરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ મુખ્યમંત્રીશ્રીનું ફૂલહાર અને મોમેન્ટોથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકગાયિકાશ્રી અલ્પાબેન પટેલ અને હાસ્ય કલાકારશ્રી મિલનભાઈ તળાવિયાએ મનોરંજન પૂરું પાડ્યું હતું.

આ તકે મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા, અગ્રણીશ્રી મૂકેશભાઈ દોશી જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!