AHAVADANGGUJARAT

ડાંગમાં ફરજ બજાવતા ડોક્ટર પતિ સહિત 4 ઈસમોએ વ્યારા ખાતે રહેતી ડો.પત્નીને માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ.

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં DQAMO તરીકે ફરજ બજાવતા ડો. દિલીપ શિવગુર્જર શર્મા કે જે મૂળ બિહારના છે.તેમના દ્વારા આહવા ખાતે તેમની કાયદેસરની પત્નીને માર મારવામાં આવ્યો હતો. તેમજ તેણીના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા. તેવા ગંભીર આક્ષેપ સાથે ડો. પત્નીએ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ અરજી કરી છે.ડાંગ જિલ્લામાં DQAMO (District Quality Assurance Medical Officer -DQAMO) તરીકે ફરજ બજાવતા ડો. દિલીપ શિવગુર્જર શર્મા જેઓ અગાઉ પોતાની પત્ની અને બાળકો સાથે તાપી જિલ્લાના વ્યારા મુકામે રહેતા હતા.જોકે બાદમાં વ્યારા મુકામે જ પત્નીએ પતિ દિલીપ શર્માને અન્ય સ્ત્રી સંગીતા રાજેશભાઈ કુમાર સાથે ઝડપી પાડતા ડૉ દિલીપ શર્મા અને સંગીતા રાજેશભાઈ કુમાર બંને સાથે મળી આહવા ખાતે ભાડાના મકાનમાં રહેવા માટે જતા રહ્યા હતા.અને છેલ્લા ઘણા સમયથી આ ડો. દિલીપ શર્મા અન્ય સ્ત્રી સંગીતા કુમાર સાથે આહવા મુકામે રહેતો હતો.ત્યારબાદ વ્યારા ખાતે રહેતી પત્નીને યેનકેન પ્રકારે સંગીતાનાં પતિ રાજેશભાઈનો સંપર્ક થતા તેણીએ સમગ્ર હકીકતની જાણ રાજેશને કરી હતી.જે બાદ દિલીપ શર્માના પત્ની તથા સંગીતાનાં પતિ એ આહવા ખાતે તેણીને લેવા માટે ગયા હતા.અહી દિલીપ શર્માની પત્નીએ ત્યાં જઈ શાંતિપૂર્ણ રીતે વાત કરવા માટે જણાવ્યું હતુ.પરંતુ ડો. દિલીપ શર્મા પત્નીને જોઈને તથા સંગીતા પતિને જોઈને ઉશ્કેરાઈ ગયા હતા.અને ડૉ દિલીપ શર્મા અને સંગીતાનાઓ મળી ડૉ.પત્નીને માર મારવા લાગ્યા હતા.તેમજ ડોક્ટર દિલીપ શર્મા જેના ઘરે ભાડેથી રહેતા હતા તે મકાન માલિક બોન્ડે પ્રણય કુમાર અને તેની પત્ની દ્વારા પણ તેણીને માર મારવામાં આવેલ હોય તેવા આક્ષેપો ડોક્ટર દિલીપ શર્માની પત્ની દ્વારા કરવામાં આવ્યા છે.ત્યારબાદ ત્યાં ગયેલ સંગીતાના પતિ રાજેશભાઈ દ્વારા પોલીસને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા.જે બાદ ડોક્ટર દિલીપ શર્મા સહિત તમામને આહવા પોલીસ સ્ટેશન ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા. ડો.દિલીપ શર્મા આહવામાં આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હોવાથી દિલીપ શર્માએ પોતાની લાગવગનો ઉપયોગ કરી પોલીસ સ્ટેશનમાંથી સંગીતાને પોલીસ સ્ટેશનમાંથી ઘરે મોકલી આપેલ હતી.અહી દિલીપ શર્માની પત્નીએ પુછેલ કે સંગીતા કયાં છે તો પોલીસના માણસોએ જણાવેલ કે તેઓને મોકલી દીધેલ છે પરંતુ ખરી હકીકતમાં સંગીતા પોલીસ સ્ટેશનમાં હતા જ નહી તેવા ગંભીર આક્ષેપ વ્યારા ખાતે રહેતી (ડો.દિલીપ શર્માની કાયદેસરની પત્ની) દ્વારા કરવામાં આવી રહ્યા છે.ત્યારે આ સમગ્ર મામલે ડો દિલીપ શર્માની પત્નીએ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ અરજી કરી ન્યાયની માંગણી કરી છે..

Back to top button
error: Content is protected !!