
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા નવીન ડેપોમાં ડીઝલ પંપ જ નથી…!! વિવિધ વિસ્તારની બસો ને ભિલોડા ખાતે ડીઝલ પુરાવવા માટે જવું પડે છે.. મુસાફરોને હાલાકી
અરવલ્લી જિલ્લામાં મસ મોટું નવીન આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા આવ્યું પરંતુ બસ ડેપો માં ડીઝલ પંપ બનાવવાનું ભૂલાઈ ગયું કે શું..? અહીં જિલ્લાનું મોટું બસડેપો આવેલું છે કેટલાય વિસ્તારની બસ ગુજરાત ના વિવિધ જિલ્લામાં જતી હોય છે પરંતુ અહીં ડીઝલ પંપ ન હોવાથી બસો ને ડીઝલ ભરાવવા માટે ભિલોડા જવું પડે છે.
જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે મોડાસા થી છીટાદરા બપોરના સમયે જે બસ આવે છે તે બસ અહીં નવાગામમાં રિટર્ન આવે છે ત્યારે અહીં પેસેન્જર ને મોડાસા જવાનું થતું હોય છે પેસેન્જરે બસ ડ્રાઈવરને કહ્યું કે અમારે મોડાસા જવું છે ત્યારે બસ ડ્રાઈવર એ કહ્યું બસ મોડાસા જશે નહીં આ બસ તો હવે ડીઝલ માટે ભિલોડા ખાતે જશે અને ભિલોડા થી પછી મોડાસા જશે ત્યારે મુસાફરોની હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. મુસાફરો એ પણ જણાવ્યું હતું કે આ બસ ભિલોડા પેસેન્જર વગર ખાલી જાય છે અને ડીઝલનો પણ વ્યર્થ થાય છે ત્યારે આ બાબતોને ને લઇ તંત્ર ધ્વારા કંઈક વિચારવામાં આવે કારણકે ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સમયે જ્યારે મોડાસા જવાનું થતું હોય મુસાફરો ને ત્યારે બસ આવી રીતે મોડાસા જવાને બદલે ડીઝલ માટે ભિલોડા જવું પડે છે. ત્યારે જાગૃત નાગરિકે આક્ષેપો કર્યા હતા કે સરકારના રૂપિયા ખરેખર વ્યર્થ જાય છે. નવીન આધુનિક બસ ડેપો માં ડીઝલ પંપ ન હોવાથી કેટલાક વિસ્તારની બસો સીધી ભિલોડા જતી હોવાથી મુસાફરો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ બાબતે બસ ડેપો ના કર્મચારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ડેપો માં ડીઝલ પંપ ન હોવાથી ભિલોડા ખાતે ડીઝલ માટે જવું પડે છે તેમ જણાવ્યું હતું




