
તા. ૨૮૦૫૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં ૨૯ મે, ગુરૂવારે સાંજે “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે
રાજ્યકક્ષાએથી યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં કલેક્ટર યોગેશ નિરગુડે સહિત અન્ય અધિકારીઓ જોડાયા દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ઓપરેશન સિંદૂરના સંદર્ભે સિવિલ ડિફેન્સને લઈને રાજ્ય કક્ષાની વિડિઓ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલ આપત્તિ દરમિયાન ચેતવણીના ભાગરૂપે કરવામાં આવનાર મોકડ્રીલ છે. જેનાથી કોઈપણ નાગરિકોએ ભયભીત થવાની જરૂર નથી. આ ઓપરેશન શિલ્ડ” દરમિયાન નાગરિકો અન્ય કોઈપણ પ્રકારની ફવાઓથી દૂર રહી મોકડ્રીલમાં નાગરિકોને સહભાગી થાય એ જરૂરી છે.આ દરમ્યાન જે જિલ્લાઓમાં સાયરનની વ્યવસ્થા નથી કરવામાં આવી તેઓને વહેલી તકે સાયરન ખરીદવા માટે ની સૂચના આપવા સહિત તેમજ સિવિલ ડિફેન્સ વોલીન્ટીયર્સનું વધુમાં વધું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેમ જણાવ્યું હતું. તારીખ ૨૯ મે ના રોજ પણ નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં મોકડ્રીલનું આયોજન થશે.૨૯ મેના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દાહોદમાં પણ સિવિલ ડિફેન્સની આગોતરી તૈયારીના ભાગરૂપે મોકડ્રિલ કરવામાં આવશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી રવિએ આ સંદર્ભે ગુજરાતના તમામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી




