ARAVALLIGUJARATMODASA

ચોરોનો ટાર્ગેટ હવે મંદિરો પર : જિલ્લામાં મંદિરોમાં ચોરીને અંજામ આપતી ચોરોની ગેંગ સક્રિય,વોલ્વા ખાતે ખોડિયારમાતા મંદિરમાં ચોરી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ચોરોનો ટાર્ગેટ હવે મંદિરો પર : જિલ્લામાં મંદિરોમાં ચોરીને અંજામ આપતી ચોરોની ગેંગ સક્રિય,વોલ્વા ખાતે ખોડિયારમાતા મંદિરમાં ચોરી

અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિદિન હવે મંદિરોમાં ચોરી થવાની ઘટનાઓમાં વધારો થવા જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર મોડાસાના વોલ્વા ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિરમાં રાત્રિના સમયે ચોરો ત્રાટક્યા હતા અને મંદિરમાં ચોરી કરી હતી મંદિરના પ્રવેશ દ્વાર પર રહેલી લોખંડની જાળી તોડી નાખી મંદિરમાં રહેલી મૂર્તિ, માતાજીના આભૂષણો અને દાનપેટી તોડી નાખી રોકડ રકમની ચોરી કરી મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરાને નુકશાન પહોંચાડી ચોરીની કાળી કરતૂત ડીવીઆરમાં કેદ થતાં ડીવીઆર ઉઠાવી ફરાર થઈ ગયા હતા ખોડિયાર મંદિરમાં ચોરી થયાની જાણ થતાં મંદિરના ટ્રસ્ટીઓ અને ગામલોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા મોડાસા રૂરલ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી

Back to top button
error: Content is protected !!