જૂજ અને કેલીયા ડેમના આ અવકાશી ડ્રોન કેમેરા દ્ધારા લેવાયેલો આ વીડિયો વાયરલ થતા ડેમની સુરક્ષા પર પ્રશ્નાથ!
વાંસદા તાલુકા ના જૂજ અને કેલીયા ડેમના અવકાશી વીડિયો થઈ રહ્યો છે વાયરલ.
જૂજ અને કેલીયા ડેમના આ અવકાશી ડ્રોન કેમેરા દ્ધારા લેવાયેલો આ વીડિયો વાયરલ થતા ડેમની સુરક્ષા પર પ્રશ્નાથ!
પ્રિતેશ પટેલ વાંસદા.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકા માં આવેલ કાવેરી નદી પર બનેલ જૂજ ડેમ અને ખરેરા નદી પર બનેલો કેલીયા ડેમના ડ્રોન કેમેરા દ્ધારા લેવાયેલો વીડિયો હાલ અલગ અલગ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં બનેલ બને જૂજ ડેમ અને કેલીયા ડેમ જે આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન છે. જ્યારે હાલ ઉપરવાસ માં વરસાદી માહોલ જામ્યો હોય. જેને લઈને પાણી આવક વધુ હોય. જેના થી ડેમમાં પાણી ની આવક વધુ હોય અને બને ડેમો ભયજનક સપાટી પર હોય.ત્યારે હાલ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર વધુ વાયરલ થઈ રહેલા આ અવકાશી ડ્રોન દ્ધારા લેવાયલા વીડિયો ડેમની સુરક્ષા પર પ્રશ્નાથ ઉભા થઈ રહ્યા છે.ત્યારે ડેમનો આ વીડિયો વાયરલ થયા બાદ કોઈ અસામાજિક તત્વો કે સંગઠનો પાસે આ વીડિયો પહોંચી જાય અને કોઈ ઉચ નીચ થઈ તો એના માટે જવાબદાર કોણ?ત્યારે બને ડેમ વાંસદા,ચીખલી,ખેરગામ અને બીલીમોરા તાલુકા ના અનેક ગામો ને સીધી અસર થી નુકસાન પહોંચાડે એવા છે.ત્યારે ડેમની સુરક્ષાના નામે મીંડું હોવાનું નકારી શકાય એમ નથી.ત્યારે આવનારા દિવસોમાં આ ડ્રોન કેમેરા દ્ધારા વીડિયો લેનાર અને એ વીડિયો ને વાયરલ કરનાર ઈસમો પર કાયદેસરની કાર્યવાહી વહીવતી તંત્રના બાહોશ અધિકારીઓ કરશે કે કેમ એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું?ત્યારે આ ડ્રોન કેમેરો ઉડાડવાની પરવાનગી કોણે આપી?આ ડ્રોન કેમેરા દ્ધારા લેવાયેલો વીડિયો કોણે વાયરલ કર્યો?શું વહીવટી તંત્ર પાસેથી કે કોઈ વિભાગ પાસે થી પરવાનગી લઈ આ વીડિયો લેવામાં આવ્યો છે કે વાયરલ કરવામાં આવી રહ્યો છે? ત્યારે આવનારા દિવસોમા વહીવટી તંત્ર કઈ દિશામાં તપાસ ના પગલાં લેશે અને કાયદેસર ના શું પગલાં લેશે એ જોવું રહ્યું.
બોક્ષ:૧
આ બાબત એ જૂજ ડેમ ના કાર્યપાલક ઈજનેર ને પૂછતાં ઉડાવ જવાબ આપતા જાણવ્યું હતું કે આ વીડિયો અગાઉ ના વર્ષોનો હોવાનું જણાવ્યું હતું.ત્યારે એ વીડિયો જૂનો હોય અને ત્યા સી.સી.ટીવી કેમેરા પણ લગાવામાં આવ્યા છે. ત્યારે અત્યાર પછી અમારા દ્ધારા કોઈ પણ ઈસમોને ડેમની પાસે કે આજુ બાજુ પણ જવા દેવામાં આવતા નથી.
:- મનીષ ચૌધરી (જૂજ ડેમ કાર્યપાલક ઈજનેર)
બોક્ષ:૨
આ બાબત એ કેલીયા ડેમ ના કાર્યપાલક ઈજનેર ને પૂછતાં જાણવ્યું હતું.આ ડ્રોન કેમેરે ઉડાડવાની પરવાનગી અમારા દ્ધારા કોઈ પરવાનગી આપવામાં આવે નથી.ત્યારે આ વીડિયો હાલ જૂનો છે.ત્યારે આ બાબત એ અમોને કોઈ જાણ નથી.કે અમારા દ્ધારા કોઈ વીડિયો બનાવી કે વાયરલ કરવામાં આવ્યા નથી.
:- વિમલભાઈ પટેલ ( કેલીયા ડેમ નાયબ કાર્યપાલક ઈજનેર)
બોક્ષ:૩
જ્યારે હાલ બને વીડિયો જૂના હોવાનું રતણ રડતા બને અધિકારીઓ શું તપાસ થી બચવા કે પછી સમગ્ર બાબત પર પડદો નાખવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે?ત્યારે આ વીડિયો બાબત એ ઉચ અધિકારીઓ તલસ્પર્શે તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠવા પામી છે.