GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ઝવેરી વીઆર હાઈસ્કૂલ ખાતે સામાજીક અગ્રણીઓ ની ચિંતન શિબિર યોજાઈ

દરેક જાતિ સમુદાય એ શાળાના ઉજ્જવળ ભવિષ્ય માટે સહિયાળો પ્રયાસ કરવો જરૂરી

વિજાપુર ઝવેરી વીઆર હાઈસ્કૂલ ખાતે સામાજીક અગ્રણીઓ ની ચિંતન શિબિર યોજાઈ
દરેક જાતિ સમુદાય એ શાળાના ઉજ્જવળ ભવિષ્ય માટે સહિયાળો પ્રયાસ કરવો જરૂરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ઝવેરી વીઆર હાઈસ્કૂલ ની વિદ્યાર્થીઓ ની સંખ્યા વધારવા તેમજ ઉત્તમ શિક્ષણ વિદ્યાર્થીઓ ને મળે તે બાબતે શહેરના સામાજીક અગ્રણીઓ તેમજ શિક્ષક મીત્રો ની ચિંતન શિબિર યોજાઈ હતી જેમાં સામાજીક અગ્રણી ઇન્કમટેક્ષ સલાહકાર ગુલામનબી શેખ તેમજ પાલિકા ના પૂર્વ સદસ્ય ઉપપ્રમુખ અસપાક અલી સૈયદ તેમજ યુસુફ ભાઈ વ્હોરા તેમજ સઇદ ભાઈ વહોરા તેમજ વકીલો ડોક્ટર સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના પ્રિન્સિપાલ ભવાનસિંહ રાઠોડે જણાવ્યું હતુકે ઝવેરી વીઆર હાઈસ્કૂલ ખાતે બાળકો ના અભ્યાસ માટે અધતન ટેકનોલોજી વિકસાવી છે નવીન કોમ્પ્યુટર વસાવેલા છે જે નો ઉપયોગ શાળા માં ભણતા બાળકો કરી શકશે શાળામાં રમત ગમત માટે નુ મેદાન છે તેમજ શાળા ના બાળકો ને સારો અભ્યાસ મળી રહે તેવી તમામ સુવિધાઓ આ શાળામાં છે પરંતુ શાળામાં બાળકો ની સંખ્યા ઘણી ઓછી છે જો શાળામાં વિદ્યાર્થીઓ ની સંખ્યામાં વધારો થાય તો શાળા ની સુવિદ્યા માં વધારો થશે અગાઉ આ શાળા માં ભણેલા ભૂતપૂર્વ બાળકો પૈકી ના કેટલાક આજે ડોક્ટર વકીલ આઇપીએસ આઇએએસ એન્જીનીયર બની દેશ માટે સેવાઓ આપી રહ્યા છે આ શાળા ને ઉત્તમ શાળા બનાવવા માટે દરેક કૌમ જાતિ ના સમુદાયે શાળાને ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કરવા જોઈએ જેથી તાલુકા ના દરેક સમુદાય ના દાતા ઓ આપેલા દાન નો ઉદ્દેશ સચવાય શાળા ફરી ધમ ધમે તેવા શહેરીજનો સહિયાળો પ્રયાસ કરવો હવે જરૂરી બન્યો છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!